Mysamachar.in-અમરેલી:
હાલ દેશ અને દુનિયામાં કોરોના વાયરસને લઈને હાહાકાર મચી ગયો છે, અને તંત્ર દ્વારા લોકજાગૃતિ સહિતના તમામ પગલાઓ આ વાયરસને ફેલાતો અટકાવવા માટે લેવામાં આવી રહ્યા છે, પણ તેનાથી ડરવાની નહિ પણ જાગૃત રહેવાની જરૂર છે. ત્યારે અમરેલીના રાજુલાના વૃંદાવનબાગમાં મોરારી બાપુની કથા ચાલી રહી છે, ત્યારે કથાને સંબોધતા મોરારિબાપુએ કહ્યું કે મને લાગશે તો કથા બંધ કરી દઈશુ. મંડપ ઉતારીને હું તલગાજરડા જતો રહીશ. કથામાં નહીં આવો તો ચાલશે પણ કોરોના વાયરસથી ડર્યા વગર સાવધાન રહેજો. બાપુએ કહ્યું કે મને પણ બધાના તનમનની ચિંતા છે. કથામાં ના અવાય તો પણ વાંધો નહિ ઘરે બેસીને ટીવીમાં લાઈવ નિહાળવા પણ બાપુએ અપીલ કરી હતી,બાપુએ કહ્યું કે મને કેવલ રાષ્ટ્ર નહીં સમગ્ર વિશ્વની ચિંતા છે.તેથી સૌ આ વાયરસ સામે જાગૃતતા દાખવે તેમ પણ કહ્યું.