ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં ૨૦ દિવસમાં ૨૬ બાળકોના મોત થતા હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે ..ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં નવજાત શિશુઓના થતાં મૃત્યુ અંગેના તપાસ માટે આરોગ્યવિભાગ દ્વારા રચવામાં આવેલ તપાસ ટીમએ હોસ્પિટલની મુલાકાત લઇ અને તેનો એક રીપોર્ટ તૈયાર કર્યો છે..જે આજે રાજ્યસરકારને સુપરત કરવામાં આવશે
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લાં પાંચ માસમાં 111 નવજાત શિશુઓના મોત નીપજ્યાં છે. જે અંતર્ગત સરકાર દ્વારા મામલાની ગંભીરતા ને લઈને એક તપાસ ટીમ ની રચના કરવમાં આવી જેમાં ગાંધીનગર સરકારી મેડિકલ કૉલેજના બાળરોગ વિભાગના અધ્યક્ષ ડૉ. હિમાંશુ જોશી, જામનગર સરકારી મેડિકલ કોલેજના બાળરોગ વિભાગનાં વડા ડૉ. ભદ્રેશ વ્યાસ અને રાજકોટની સરકારી હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગના વડા ડૉ. કમલ ગોસ્વામી એ જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી અને બાળકના મોત મામલે તપાસ ઊંડાણપૂર્વક ની તપાસ કરી છે અને તપાસ પૂર્ણ થતા આજે તપાસ રીપોર્ટ રાજય સરકારને સુપ્રત કરવામાં આવશે …તપાસ માટે આવેલ ટીમ એ હોસ્પિટલ પાસેથી પહેલી મેથી લઈ અત્યારસુધી હોસ્પિટલમાં દાખલ થયેલાં અને મૃત્યુ પામેલાં તમામ નવજાત શિશુઓના કેસ પેપર, નીઓનેટલ ઈન્ટેન્સીવ કેર યુનિટ (NICU)માં સરકારી ગાઈડલાઈન મુજબ ઉપલબ્ધ સ્ટાફ, સુવિધાઓ, જીવન આવશ્યક દવાઓ વગેરેની આંકડાકીય માહિતી મેળવી NICU અને ગાયનેક વૉર્ડની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી…બાળકોના મોતના મામલામાં આજે તપાસ રીપોર્ટ રાજય સરકારને સુપ્રત કરવામાં આવ્યા બાદ આખરે કોની બેદરકારી અને ક્યા કારણોસર બાળકોના મોત થયા તે તપાસ રીપોર્ટ આધારે સ્પષ્ટ થઇ જશે ..
અદાણી સંચલિત જીકે જનરલ હોસ્પિટલ અગાઉ પણ અનેકવાર વિવાદમાં આવી છે.૨૦ દિવસમાં ૨૬ બાળકોના મોત લઈને હોસ્પિટલ ફરી વખત વિવાદમાં આવી છે .. હોસ્પિટલની બેદરકારી કારણે બાળકોના મોત થયા હોવાનો બાળકોના પરિવારજનોનો આરોપ છે .. સમગ્ર મામલે યોગ્ય તપાસ જવાબદાર ડોક્ટર અને સ્ટાફ સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી પરિવારજનો માંગ પણ છે..જીકે જનરલ હોસ્પિટલમાં એનઆઈસીયુ વિભાગમાં ૨૬ બાળકોના મોત થયા છે…ત્યારે સરકાર દ્વારા રચવામાં આવેલ તપાસનીશ ટીમની તપાસ પૂર્ણ થઇ જતા આજે રજુ થનાર રીપોર્ટ બાદ બાળકોના મોત કઈ રીતે થઇ રહ્યા છે તેના પરથી પરદો ઊંચકી શકશે..