mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા અનામત વર્ગના લોકોને જે રીતની સહાય અનુસુચિત જાતિ નિગમ સામાજિક અને આર્થિક પછાત વર્ગના નિગમ મારફત જે પ્રકારની શૈક્ષિણક સહાય આપવામાં આવે છે તે જ પ્રકારની પણ થોડા ફેરફારો સાથે બિનઅનામત આર્થિક નિગમ દ્વારા બિનઅનામત વર્ગમાટે સહાય આપવાની જાહેરાત આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરાઈ છે,
જે જાહેરાત પર નજર કરવામાં આવે તો ખાસ કરીને હાલે રાજ્યમાં ૫૮ જેટલી જ્ઞાતિઓના ૧.૫૦ કરોડ જેટલા લોકોને અનામત નો લાભ ના મળી રહ્યો હોવાનો આંકડો સરકારે જાહેર કર્યો છે,ત્યારે સરકારની આજે કરવામાં આવેલ જાહેરાત ને પગલે બિનઅનામત વર્ગના ધોરણ ૧૦ અને ૧૨ મા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો પણ આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે,જેમાં ટ્યુશન ફી સહાય,ગુજકેટ પરીક્ષાઓ માટે કોચિંગ સહાય,સ્પર્ધાત્મક પરીક્ષાઓમા તાલીમ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને સહાય આપવાની જાહેરાત ઉપરાંત વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ૧૫ લાખની લોન આપવા મા આવશે જેની ચોક્કસ માર્ગદર્શિકાને આધીન રહેશે,
જયારે બિનઅનામત વર્ગના લોકોને સ્વરોજગારી મેળવવા માટે દસ લાખ સુધીની મર્યાદામાં ૫%ના દરે લોન આપવામાં આવશે,અને મહિલાઓને સ્વરોજગારી માટે ૪%ના દરે લોન આપવામાં આવશે જેમાં સાડાસાત લાખ ઉપરની લોન બેંકમાં થી મેળવવાની રહેશે અને મોટાભાગની લોન બિનઅનામત આયોગ પણ આપશે તેવી મહત્વની જાહેરાત પણ આજે નાયબ મુખ્યમંત્રી દ્વારા કરાઈ છે.