Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉદ્યોગ કચેરીના અધીકારીને ખબર નથી કે એસ્સાર કંપની ક્યા વિભાગના તાબા હેઠળ આવશે? આ અંગે તેમણે હેડ ઓફીસનુ માર્ગદર્શન માંગ્યુ તો હેડ ઓફીસે ય ત્રણ ત્રણ મહિનાથી જવાબ નથી આપ્યો,! એસ્સાર કંપની ને લગત અનેક ફરિયાદો તેની આજુબાજુના ગ્રામજનોની તાલુકા જિલ્લા કક્ષાના પ્રજા પ્રતિનિધીઓની અવિરત અમુક ૬૦ કી.મી થી માંડી ૬૦૦ કી.મી દૂર બેઠા હોય તેવા પણ જાગૃત લોકો વ્યાપક જન હિતમા આ કંપની ને લગત લેખીત કે મૌખીક માહિતી માંગતા હોય છે,
પરંતુ મજાની વાત એ છે નિવડેલા સરકારી વિભાગો ક્યારેક ક્યારેક તો ઘણા પ્રશ્ર્નકર્તાઓ-જિજ્ઞાસુઓ-પ્રજાની જ ચિંતા નિસ્વાર્થ ભાવે કરનારાઓને "ભૂ" પાઇ દેવામા માહિર હોય છે,ઘણી વખત આ માહિરતા પાછળ જિલ્લા રાજય કે રાષ્ટ્ર કક્ષાએથી ગોળ ગોળ જવાબની માહિરતા ઉછીની પણ મળે છે, એસ્સાર કંપનીમા ઇન્સ્પેક્શનના મુદે પુછાયેલા પ્રશ્ર્ન અંગે ૧૦ કરોડ થી વધુ રકમના રોકાણવાળા લાર્જ સ્કેલ યુનિટો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના તાબા નીચે ન આવે અને કોના તાબા નીચે આવે એની જાણ નથી માટે વડી કચેરીમા જુલાઇના પ્રારંભમા પત્ર લખી પુછાવ્યુ છે જેનો જવાબ આવ્યે માહિતી માંગનાર ને જણાવીશુ તેમ દ્વારકા જિલ્લાના જનરલ મેનેજરે તાજેતરમા જણાવ્યુ હતુ.