Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે, અને સૌ કોઈ ઉમંગ અને ઉત્સાહભેર તહેવારોની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં એક હ્રદયદ્રવી ઉઠે તેવી ઘટના સામે આવી છે, ઘટનામાં રાવલ ગામે આવેલ નદી નજીક સ્મશાન પાસે કોઈ અજાણી સ્ત્રીએ તેનું પાપ છુપાવવા માટે નવજાત શીશુ (પુત્ર) ને જન્મ આપી તેના બાળકનો જન્મ છુપાવવા માટે નવજાત શીશુને નદીના પટમાં મૃત હાલતમાં મુકી દઈ ફરાર થઇ ગઈ હોય ગામના સ્થાનિક ને આ બાબત ધ્યાને આવતા તેણે પોલીસને આ અંગે માહિતગાર કરતા પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.