Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
હાલમાં રાજ્યમાં ઠેર-ઠેર રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ અસહ્ય છે જેની સામે તંત્ર લાચાર હોય તેમ લાગે છે, તેવામાં એક એવી વિચિત્ર ઘટના દ્વારકામાં સામે આવી છે જેમાં ખુંટીયો સરકારી કચેરી સુધી પહોચી જતા કચેરીને પોલીસ સુધી જવાની ફરજ પડી છે. વાત એવી છે કે દ્વારકા મામલતદાર કચેરી ખાતે તાલુકાકક્ષાના વરસાદના આંકડાઓ માપવા માટે કંટ્રોલરૂમ કાર્યરત છે, પણ તે કચેરીમા એકાએક ખૂટીયો આવી ચઢ્યો અને ટેબલ પર પડેલું વરસાદના આંકડાઓ દર્શાવતું રજીસ્ટર ખાઈ જતા મામલતદાર કચેરીનો સ્ટાફ એક તબક્કે ધંધે લાગી જવા પામ્યો હતો અને બાદમાં શું કરવું અને શું ના કરવું તેની સ્થિતિ કોઈને સુઝતી નહોતી..કારણ કે જે રજીસ્ટર ખૂટીયો ખાઈ ગયો તેમાં વરસાદી આંકડાઓનો તાલુકાનો રેકોર્ડ નિભાવેલ હતો, અંતે મામલતદાર ઓફીસ દ્વારા દ્વારકા પોલીસ મથક ખાતે ખૂટીયો રજીસ્ટર ચાવી ગયાની અરજી આપતા હવે પોલીસ આ મામલે શું કરવું તેની વિમાસણમાં મુકાઈ છે.























































