Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જીલ્લાના કલ્યાણપુર તાલુકા પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ એસ.એસ.ભદોરિયા રૂપિયા ૩ લાખની લાંચ લેતા ગત ડીસેમ્બર માસમાં એસીબી ને હાથે ઝડપાઈ ચુક્યા બાદ તેવોના ઘરે નિયમ મુજબ એસીબી દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું,આ સર્ચ દરમિયાન એસીબીને હાથ વધુ ૨.૬૧ લાખ રોકડ લાગી હતી,અને તે બાબતે ભદોરિયાનો ખુલાસો પૂછવામાં આવતા ભદોરિયાએ તેમના મિત્ર પાસેથી કોઈ સાધનસામગ્રી ખરીદ કરવા માટે લીધેલ હોવાનું જણાવતા તેના મિત્ર જેવો ભાટીયાના રામભાઈ નાથાભાઈ લુણા જે બોક્સાઈટ અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેવોએ મદદગારી કરી ખોટો ઈલેક્ટ્રોનિક દસ્તાવેજ ઉભો કરી કે કરાવી અપ્રમાણસરની મિલકતને પ્રમાણસરની બતાવવા મદદગારી કરી હોવાના પુરાવાઓ એસીબીએ એકત્ર કર્યા છે,
તત્કાલીન કલ્યાણપુર પીએસઆઈ તપાસ દરમિયાન તેના ઘરમાંથી મળી આવેલ ૨.૬૧ લાખની રોકડ અંગે કોઈ સંતોષકારક આધારો રજુ ના કરી શકતા આજે એસીબી દ્વારા એસ.એસ.ભદોરિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત નો જયારે તેના મિત્ર રામભાઈ નાથાભાઈ લુણા વિરુદ્ધ મદદગારી કરવા અંગેનો ગુન્હો એસીબી દ્વારા દાખલ કરવામાં આવ્યો હોવાનું પી.આઈ.પરગડુ એ જણાવ્યું હતું.