Mysamachar.in-દેવભૂમિ દ્વ્રારકા:
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પણ કેવી અને કેટલી તે બધાને ખબર છે…ત્યારે દેવભૂમિ દ્વારકા પોલીસ પણ દારૂના દુષણને ડામવા ઘણી મહેનત કરે છે,પણ દેવભૂમિ દ્વારકા પોલીસની દારૂના દુષણને ડામવાની પ્રવૃત્તિ જરા શંકાના દાયરામાં હોય તેમ એટલા માટે લાગી રહ્યું છે,કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાંથી દૈનિક દારૂના દુષણને ડામી દેવાની પ્રક્રિયામાં દેશીદારૂનો રોલ મોટો હોય તેમ લાગે છે..કારણ કે થઇ રહેલી કામગીરી પર નજર કરવામાં આવે તો મોટાભાગના ઇસમો જેને પોલીસ દ્વારા જિલ્લામાં ઝડપી પાડવામાં આવે છે,તે દેશીદારૂના જથ્થા સાથે જ ઝડપાઈ જાય છે,કોઈ પાસે થી બોટલ મળતી જ નથી,અથવા મળે તો ભાગ્યે જ…ત્યારે આ ક્ષેત્રના જાણકારો એવું ચર્ચાતા જોવા મળે છે કે શું જીલ્લા આખામાં દેશીની કોથળીઓ જ મળે છે,ઇંગ્લીશની બોટલ ક્યાય આવતી જ નથી…?આમ દ્વારકા જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી થઇ રહી હોય તેવી હાસ્યાસ્પદ ટીકાઓ પણ થઇ રહી છે.