mysamachar.in-ખંભાળિયા:
મહાકાય કંપનીઓ સ્થાપિત થાય તેનાથી કદાચ કોઈ સંદેહ ના હોય શકે પરંતુ આવી કંપનીઓ સ્થાપિત થયા બાદ કંપનીઓ દ્વારા ફેલાવતા પ્રદુષણ સહિતના કારણો થી આજુબાજુના લોકોનું જીવતર હરામ થઇ જાય તો આવો જ એક કિસ્સો દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં સામે આવ્યો છે,જેમાં એસ્સાર અને નાયરા એનર્જી વિરુદ્ધ સોઢા તરઘડી ગામના એક સ્થાનિકે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,
પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ ખંભાળિયા નજીક એસ્સાર અને નાયરા કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયગાળાથી આજુબાજુના ગામોમાં હવામા,પાણીમાં પ્રદુષણ કરી સોઢા તરઘડી ગામના બલુભા જાડેજા તેમજ અન્ય ખેડૂતોની જમીનમાં પાણીના તળ પ્રદુષિત કરી નાખ્યા છે,જેને કારણે ગંભીર પ્રકારની બીમારીનો ભોગ ગ્રામજનો બન્યા છે,આવી ગંભીર ફરિયાદ એસ્સાર અને નાયરા કંપનીના મેનેજર તથા જવાબદાર અધિકારીઓ સામે ખંભાળિયા પોલીસ મથકે કલમ ૨૬૯,૨૭૭,૨૭૮ મુજબ નોંધાતા પીએસઆઈ એ.એન.જાડેજા વધુ તપાસ હાથ ધરી છે.