Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયાના પત્ની જિલ્લા પંચાયતની શક્તિનગર બેઠક પરથી ચૂંટાયેલા હતા. પરંતુ તેઓ સતત સામાન્ય સભામાં ગેરહાજર રહેતા બંધ પડેલ સભ્યપદ અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ પી.એસ. જાડેજાએ ડીડીઓને પત્ર લખીને જણાવતા ફરીથી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે,
વાત જાણે એમ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના શક્તિનગર બેઠકના મહિલા સદસ્ય લીલાબેન મેઘજીભાઈ કણજારીયા કોઈપણ જાણ વગર કે રજા વગર સામાન્ય સભામાં સતત ચાર વખત ગેરહાજર રહ્યા છે. જેથી પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૮૬ મુજબ આ પદ બંધ પડેલ છે જેની જાણ મહિલા સભ્યને કરીને આગળની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ પી.એસ.જાડેજાએ ડીડીઓને લેખીતમાં જાણ કરી છે,
જ્યારથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અસ્તિત્વમાં આવી છે, ત્યારથી કોઈને કોઈ બાબતને લઈને આ જિલ્લા પંચાયત ચર્ચામાં રહી છે, ત્યારે વધુ એક વખત નિયમોનો હવાલો આપીને ભાજપના મહિલા સદસ્યના બંધ પડેલ પદ સામે કાર્યવાહીના પત્રથી જિલ્લા પંચાયતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે. તેના પર મીટ મંડાયેલી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.