Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગઢડા ગામે ચાર વર્ષ પહેલા થયેલ ડબલ મર્ડર કેસમાં આજે ખંભાળિયાની અદાલતમાં ચુકાદો આવતા મહિલા સહિત ૭ આરોપીઓને આજીવન કારાવાસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે,
આ બેવડી હત્યા કેસની વિગત જાણે એમ છે કે, કલ્યાણપુર તાલુકાના ગઢડા ગામે રહેતા જેસાભાઇ ચૌહાણની પુત્રી પૂરીબેનને ગામમાં જ કૌટુંબિક સગા ગોવિંદભાઈ ચૌહાણ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે યુવતીના પરિવારને પસંદ ન હોય, જેનો ખાર રાખીને ગત તા.૧૭/૦૩/૨૦૧૪ના રોજ ગોવિંદભાઈના ખેતરમાં જઈને ભીખાભાઈ ચૌહાણ તેમની પત્ની તેમના ભાઈની પત્ની સહિત ૭ વ્યક્તિ દ્વારા કુહાડી, ધારીયા વગેરે ઘાતક હથિયારો સાથે હુમલો કરીને ગોવિંદભાઈ અને પુરીબેનની હત્યા નિપજાવી હતી,
આ ચકચારી કેસ ખંભાળિયાની સેશન્સ અદાલતમાં ચાલી જતા તમામ પુરાવાઑના આધારે આજે આ હત્યા કેસનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં સાતેય આરોપીઓને આજીવન કારાવાસ તેમજ દંડ ફટકારવામાં આવ્યો હોવાનો હુકમ કરાયો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.