Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આજકાલ જેમની પાસે હથિયાર હોય તેવા લોકો જાહેરસ્થળો અને લગ્નપ્રસંગોમા હથિયારો કાઢીને સીનસપાટા કરતાં હોય છે, માટે જ આવા તત્વો પર કાબુ આવે તે માટે તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેરસ્થળો એ અને પ્રસંગોમાં આ રીતે હથિયારો કાઢનાર લોકોના લાયસન્સ રદ કરવા સુધીના કડક પગલા લેવાની સુચનાઓ જારી કરી દેવામાં આવી છે.ત્યાં જ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે જાનૈયાઓમાં ના એક વ્યક્તિ દ્વારા હવામાં ફાયરીંગ કરતાં હાજર મહિલાને કારતુસ ના છરાઓ શરીરમાં ઘુસી જતા મહિલાનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે,
વાત જાણે એવી છે કે ગત રવિવારે ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે ભુપતભાઈ ટપુભાઈ ગોજીયાના દીકરાની જાન પરણીને કલ્યાણપુર ગામમાં આવી પહોચી હતી,તે દરમિયાન ગામમાં જ રહેતા પુંજીબેન રાણાભાઇ પરમાર નામના મહિલાના પરિવારને ભુપતભાઈ ટપુભાઈ સાથે બાપદાદાના સમયથી સબંધો હોય જે સબંધના નાતે તેવો જાન જોવા માટે ગયેલા તે દરમિયાન ત્યાં ભારે શોરબકોર વચ્ચે દાંડિયારાસ ચાલતા હતા અને દાંડિયારાસના ઉત્સાહમાં હાજર એવા અરજણ પાલાભાઈ ડાંગર નામના વ્યક્તિ દ્વારા પોતાના કબજામાં રહેલા જોટામાંથી હવામાં ફાયરીંગ કર્યું હતું,
પરંતુ ફાયરીંગ દરમિયાન અકસ્માતે કાર્ટીઝના છરા હાજર પુંજીબેનને માથામાં,કપાળમાં અને મોઢામાં વાગી જતા તેવોને ગંભીર ઇજાઓ પહોચી હતી,અને ગંભીર ઇજાઓ બાદ પુંજીબેનનું મોત નીપજતા પોલીસે કલમ ૩૦૪,આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ અરજણ પાલા ડાંગર વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.