Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જ્યારે આઝાદીનો કાળ હતો ત્યારે ઘણી એવી શક્તિશાળી મહિલા હતી. જેમણે આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેવા જ એક શક્તિશાળી મહિલા એટલે દ્વારકાના વતની સ્વ.દયાકુંવરબેન નારણદાસભાઈ દવે જેમના લગ્ન માત્ર ૧૪ વર્ષની ઉંમરે થયા હતાં. ૧૫-૧૬ વર્ષની વયે તેમને દેશ માટે કપરો જેલવાસ ભોગવ્યો. જેલવાસ દરમ્યાન સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, કમલાબેન નહેરૂ તેમના સંપર્કમાં આવ્યા હતાં.
તેમના વિશે વધુ જાણકારી રાજકોટમાં જ રહેતાં તેમનાં ૮૫ વર્ષના પુત્રી હેમંતબેન નટવરલાલ વાયડાએ આપી, તેમને તેમની માતા સાથેનાં સંસ્મરણો વાગોળ્યા, દયાકુંવરબહેનના લગ્ન દ્રારકાનાં નારણદાસ દવે સાથે થયા, નારણદાસ દવે તે સમયે કંપનીમાં નોકરી કરતાં હતા તેમની બદલી કલકતામાં થઈ તે સમયે કલકતામાં સ્વાતંત્ર્ય ચળવળના કાર્યક્રમો ચાલતા હતાં. નારણદાસભાઈએ નોકરી છોડી દીધી હતી અને બાપુનાં સંદેશને શીરે ચઢાવી પતિ પત્ની બંને સ્વાતંત્ર્ય સેનામાં જોડાયા,
દયાકુંવરબેનના પુત્રી હેમંતબેન જણાવે છે કે. તેમણે વિદેશી કાપડની હોળી કરી હતી. સ્વદેશી ચળવળ, દારૂબંધી, સામાજીક આર્થિક આંદોલનમાં સક્રિય રહ્યા હતાં. એટલે અંગ્રેજ સરકારે પ્રારંભમાં ચારકે વખત દિવસભરની જેલમાં રાખ્યા હતાં. ૧૯૯૭માં આઝાદીની સુવર્ણજયંતિની ઉજવણી વેળાએ દયાબેનનુ સન્માન કરવા આવ્યું હતું.
હેમંતબેન વાયડા
તેઓ કલકત્તાથી જ્યારે દ્રારકા આવ્યા ત્યારે તેમનું સરઘસ કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું. ૧૯૩૨માં દ્રારકા આવ્યા પછી પણ દરેક ક્ષેત્રમાં સેવા આપી. સુધરાઈ દેવસ્થાન સમિતિ (દ્રારકાધીશ મંદિર), મહિલા મંડળ સમાજ કલ્યાણ શાખા વગેરેમાં ભાગ લેતાં આવા કેટલાય મહિલાઓ છે જેમને આઝાદીની ચળવળમાં પોતાનું યોગદાન આપ્યું છે. સલામ છે એ ભારતીય નારીને…
દયાબેનનું નિધન થયું ત્યારે, સ્વાતંત્ર્ય સેનાનીઓને ખોટ પડી ગઈ
માત્ર ૧૫-૧૬ વર્ષની વયે કપરો જેલવાસ ભોગવેલા દયાકુંવર બહેનનું ૯ સપ્ટેમ્બર ૧૯૯૮માં નિધન થયું. ત્યારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. સ્વાતંત્ર્ય સેનાઓને પણ ઠેસ પહોંચી હતી. સ્વ.દયાબેનના મોટા પુત્ર સ્વ.શશીકાંતભાઈ દવે, નાનો પુત્ર રાધાકાન્તભાઈ દ્રારકામાં રહે છે, નલીનભાઈ દવે જામખંભાળીયામાં તથા પુત્રી હેમંતબેન રાજકોટ અને પ્રવિણાબેન તથા મુદુલાબેન દ્રારકામાં રહે છે. આઝાદીની લડાઈમાં ગુગળી બ્રાહ્મણ પરીવારની મહિલા પોતાના પતિ સાથે જોડાઈ હતી.જેને પરીવારજનો અને ગુગળી બ્રાહ્મણ પરીવાર આજે પણ ગર્વથી યાદ કરે છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.