Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક આવેલ પ્રસિદ્ધ ઘુમલી આશાપુરા માતાજીના મંદિરના પુજારીની ગતરાત્રીના માતાજીની આરતીના સમયે જ હત્યાનો બનાવ સામે આવતા સનસનાટી પ્રસરી જવા પામી છે,
હત્યાના બનાવની મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ઘુમલી ડુંગર પર બીરાજતા પ્રસિદ્ધ આશાપુરા માતાજીના મંદિરની પુજા અર્ચના કરતા પુજારી હસમુખભાઇ પંડ્યા નિત્યક્રમ મુજબ ગઈકાલ સાંજના સમયે ઘુમલી ડુંગર પર મંદિરમાં આરતી કરવા ગયા હતા.ત્યારે પહેલેથી જ અજાણ્યા શખ્સો ત્યાં હાજર હોય પુજારી હસમુખભાઇ ઉપર ઘાતક હથિયારો વડે તૂટી પડીને તેમની નિર્મમ હત્યા કરી ત્યાથી નાસી છૂટ્યા હતા,
આ બનાવની જાણ થતા તાકીદે ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી જઈને મંદિરમાં જ પુજારીની હત્યા થયેલ લાશને પી.એમ. માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, મંદિરના ચાંદીના આભુષણો, મોબાઈલ મળીને કુલ ૧૬ હજારના મુદ્દામાલ ગાયબ હોવાથી હાલ લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું પોલીસ પ્રાથમિક અનુમાન લગાડી રહી છે,
વધુમાં મળતી વિગત મુજબ હસમુખભાઈ પંડ્યાને વર્ષોથી ભાણવડના ઘુમલી ડુંગર પર આવેલ આશાપુરા માતાજીના મદિરમાં પુજા કરતાં હોય,તેમનો પરિવાર પોરબંદર અને અમદાવાદ સ્થાયી થયેલ છે,તેમણે પણ આ બનાવ અંગે જાણ કરવામાં આવી છે,
ત્યારે હાલ ભાણવડ પોલીસ દ્વારા મૃતક પુજારી હસમુખભાઇ પંડ્યાના બનેવી જે ઘુમલીમાં જ રહેતા હોય તે સંજયભાઈએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાની કલમ ૩૦૨ હેઠળ ફરિયાદ નોંધી છે, હત્યાના બનાવ પાછળ લૂંટ, ચોરી કે અન્ય કોઈ કારણ છે તેનો તાગ મેળવવા માટે પોલીસ મથામણ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.