Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા ખાતે સાઇકલ પર રોજ અખબારનું વિતરણ કરતા સલીમ ચૌહાણ નામના યુવાનની જિંદગી આજે અખબારો વિતરણ કર્યા બાદ અંત આવ્યાનો કરૂણ અકસ્માતનો બનાવ બનતા મૃતકના પરિવારમાં ભારે આઘાતની લાગણી જન્મી છે,
ખંભાળિયા-જામનગર રોડ પર રોજની જેમ આજે પણ સાઇકલ પર અખબાર વિતરણ કરીને સલીમ ઘરે જઈ રહ્યો હતો ત્યારે જ સલીમ ચૌહાણને સેંટ્રો કારચાલકે હડફેટે લેતા હવામાં ફૂટબોલની જેમ ફંગોળાયા બાદ જમીન પર ધડાકાભેર અથડાતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
આ બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા છે.કેવી રીતે અખબારનું વિતરણ કરતા કરતા એક ફેરીયાની જિંદગી પૂરી થઈ ગઈ તે VIDEO જોવા માટે ઉપર ક્લીક કરો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.