Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
એક પ્રેમી તેના મિત્રને સાથે લઈને પરિણીત પ્રેમિકાના ઘરે મોડી રાત્રીના મળવા જવાનું ભારે પડ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,પરિણીત પ્રેમિકાના રૂમમાં પ્રેમી ગયા બાદ પતિ સહિતનો પરિવાર જાગી જતા ભારે હોબાળો મચી ગયો હતો, અને પ્રેમી અને તેના મિત્ર પર હુમલો કરીને પરિવારે બેફામ મારકુટ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે,
ચર્ચાસ્પદ બનાવની વિગત એવી છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતે રહેતા અસ્ફાકના મિત્ર એવા મુસ્તુફાને સલાયામાં જ રહેતી પરિણીતા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને વારંવાર મળતા પણ હતા,
પરંતુ મુસ્તફા આ પરિણીતાના પ્રેમમાં એટલો ગળાડુબ થઈ ગયો હતો કે, ગત મોડીરાત્રીના પરિણીતાના ઘરે જઈને રૂમમાં મળવા જતાની સાથે જ પતિ સહિતનો પરિવાર જાગી જતા ભારે હોબાળો મચી ગયો હતો
અને પત્ની અને તેના પ્રેમીનું આ પ્રેમ પ્રકરણ બહાર આવતા ઉશ્કેરાયેલા પરિણીતાના પતિ અસગર, ઇકબાલ સહિત પરિવારના મહિલાઑ વગેરે ૬ સભ્યોએ ઘાતક હથિયારો વડે મુસ્તફા અને તેના મિત્ર અસ્ફાક ઉપર હુમલો કરીને બેફામ મારકુટ કરીને હાથ-પગ,માથામાં આડેધડ માર માર્યાનો બનાવ બનતા સલાયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે,
આમ મોડીરાત્રીના પરિણીત પ્રેમિકાના ઘરમાં ઘુસવાનું પ્રેમીને ભારે પડી જતા માર ખાવાનો વારો આવ્યો છે,આ બનાવથી સલાયામાં ભારે ચર્ચા જાગી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.