Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
પતિ-પત્નીના પવિત્ર લગ્ન જીવનમાં વધુ એક વખત પારકી યુવતીના કારણે સુખી સંસારમાં ભંગાણ સર્જાયું છે.
લગ્ન થયા બાદ પતિ-પત્ની સુખી લગ્ન જીવન ભોગવી રહ્યા હતા,પરંતુ પતિ પારકી યુવતીના પ્રેમમાં પડી જતાં પત્ની તરફથી મોઢું ફેરવી લઈને દુ:ખ-ત્રાસ આપીને કાઢી મૂક્યા બાદ પતિએ આ યુવતી સાથે લગ્ન કરી લીધાનો કિસ્સો સામે આવ્યો છે,
પતિ-પત્ની અને બહારવાલીના કિસ્સાની મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના હર્ષદ ગામની સમીમ ઉર્ફ સનામાબેનના લગ્ન ધામધૂમપૂર્વક પોરબંદરના સાદીકમીયા સાથે થયા હતા,
પતિ-પત્ની વચ્ચે ખુશાલીથી લગ્નજીવન પસાર થઈ રહયું હતું,તેવામાં અચાનક એક દિવસ પતિએ તેની પત્ની સમીમને કહ્યું તું ગમતી નથી,ઘર છોડીને જતી રહે તેમ કહીને દુ:ખ ત્રાસ આપવા લાગતા સમીમબેન પર આભ ફાટયું હતું,
પતિની આવી હરકતો પહેલા સમજાઈ નહીં,પરંતુ પાછળથી પરિણીતાને ખબર પડી કે,પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો છે, જેના કારણે વારંવાર પત્નીને ત્રાસ આપ્યા બાદ એક દિવસ સાદીકમીયાએ પત્ની સમીમને કાઢી મૂકીને જેની સાથે પ્રેમ સંબંધ હતો, તે મરીયમ સાથે બીજા લગ્ન કરી લેતા પ્રથમ લગ્નજીવનમાં ભંગાણ સર્જાયું છે,
આ મામલે અંતે કલ્યાણપુરના હર્ષદ ગામે રીસામણે બેઠેલ સમીમબેનએ પતિ સાદીકમીયા, સાસુ જેનુમાબેન, સસરા કાદરમીયા અને પતિની પ્રેમિકા મરીયમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે,
આમ સ્ત્રી અત્યાચારના આ કિસ્સા હેઠળ પતિ-પત્ની વચ્ચે વધુ એક વખત પારકી યુવતીના પ્રવેશ થવાથી લગ્ન જીવનમાં ભંગાણ થયાનો ચેતવણીરૂપ બનાવ સામે આવતા ચકચાર જાગી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.