mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
રાજ્ય સરકારે દ્વારકા અને કલ્યાણપુર વિસ્તારના દ્વારકાના 42 ગામ કલ્યાણપુરના 72 ગામ અને 3 નગરપાલિકાના લોકોને ધ્યાનમાં રાખી 4 કરોડ 80 લાખના ખર્ચે 50 બેડની અતિ આધુનિક હોસ્પિટલનું નિર્માણ દ્વારકા ખાતે કર્યું છે,પરંતુ હોસ્પિટલમાં દવા અને ડોકટર ન હોય તો હોસ્પિટલ સામાન્ય ઇમારત જેવી ઇમારતર થી વિશેષ કાંઈ જ નથી,,ત્યારે આજે જીલ્લાના કોંગી આગેવાનો દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા અને જ્યાં તેવોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપી અને વિરોધ નોંધાવ્યો હતો,
કોંગ્રેસ નો આક્ષેપ છે કે દ્વારકામાં નવી બનેલી સરકારી જનરલ હોસ્પિટલમાં દવાનો તો મોટો અભાવ છે જ પણ સાથે સાથે ડોક્ટરો એમના સાધનોનો પણ મોટો અભાવ છે એ હોસ્પિટલમાં મંજુર થયેલા મહેકમ મુજબની તમામ જગ્યાઓ ખાલી છે તો ખાલી હોસ્પિટલની ઈમારતનો મતલબ શું..?
દ્વારકામાં સરકારી હોસ્પિટલની ઇમારત બની તે પહેલાં લોકોની જે હાલત હતી તેવી જ હાલત અત્યારે છે એમાં કોઈ ફર્ક પડ્યો નથી ઉપરથી સારી હોસ્પિટલ સમજીને જીવન મરણ વચ્ચે જોલા ખાતા દર્દીને આ હોસ્પિટલમાં લાવવામાં આવે છે ત્યારે સામાન્ય ચેક અપ કરી ખંભાળિયા રીફર કરવામાં આવે છે ખંભાળિયા પણ આવી જ રીતે ડોકટરો, સાધન સુવિધાઓના અભાવથી ભરપૂર શોભાના ગાંઠિયા સમાન હોસ્પિટલની ઇમારત જ ઉભી છે એટલે દ્વારકાથી રીફર કરેલા દર્દીને ખંભાળિયાથી જામનગર રીફર કરવામાં આવે છે આમ દર્દીને બે બે હોસ્પિટલના ધક્કા ખાવાનો વારો આવે છે,
જ્યારે દર્દી માટે એક એક મિનિટ મહત્વની હોય એવા દર્દીને આ બન્ને હોસ્પિટલમાં ધકા ખાવામાં એક બે કલાક બરબાદ થાય છે ને ઘણા કેસોમાં જે જોઈએ એ તાત્કાલિક સારવાર ન મળવાના કારણે દર્દીનું મૃત્યુ પણ થાય છે એટલે એવું લાગે છે કે આ બન્ને હોસ્પિટલમાં સારવાર નહીં પણ સમય બરબાદ કરવામાં આવે છે એટલે સરકાર બન્ને હોસ્પિટલમાં પૂરતા સાધનો, ડોકટરો અને દવા તાત્કાલિક વ્યવસ્થા કરે
કોંગ્રેસનો એ પણ આક્ષેપ છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અવારનવાર વિકાસની વાતો કરે છે પણ વિકાસના પાયામાં લોક સુખાકારી અને સ્વાસ્થ્ય આવેલા છે જો લોકોના સ્વાસ્થ્ય સાથે જ આવા ચેડા થતા હોય તો એ વિકાસ કેવો હશે એ સમજી શકાય છે. સરકાર માત્ર ઇમારત બનાવીને સંતોષ માની લ્યે છે,,અને કોંગ્રેસના આગેવાનોનું માનવું છે કે સરકાર દવાખાનું નહિ પણ ભુવાખાનું બનાવવા માંગે છે સરકાર ડીઝીટલ ઇન્ડિયાની માત્ર વાત કરી લોકોને ફરીથી 18 મી સદી તરફ લઇ જવા માંગતી હોય તેવું સરકારની હિલચાલ, વાણી વર્તન અને કાર્ય પદ્ધતિ પરથી સાબિત થતું હોય એવું લાગે છે
સરકારની નીતિ રીતિ સામે વિરોધ કરવા, લોકોના સુખાકારી અને સ્વાસ્થ્ય સાથે થતા ચેડાને ઉજાગર કરવા કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરી હોસ્પિટલમાં જ ભૂવાઓ ધુણાવી દર્દીને સાજા કરવાનો પ્રયત્ન જેવો નવતર વિરોધ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પાલભાઈ આંબલીયા,મુળુભાઇ કંડોરીયા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.