Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ પાવાગઢ તેમજ યાત્રાધામ વિકાસ કામોમાં થયેલ કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો સળગી રહ્યો છે,ત્યારે યાત્રાધામ દ્વારકા જગત મંદિરમાં વિડિયોગ્રાફી,ફોટોગ્રાફી કરવા મામલે દ્વારકા દેવસ્થાન સમિતિને મુંબઈના થાણે જિલ્લાના નાગરીકે કાનૂની નોટીસ ફટકારતા તંત્રમાં ભાગદોડ મચી જવા પામી છે,
મહારાષ્ટ્રના મુંબઈના થાણે જિલ્લાના દિપકભાઇ બારાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જગત મંદિરએ દર્શન કરવા આવ્યા ત્યારે જગત મંદિરમાં વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા માટે વી.આઇ.પી.ઓને છૂટ આપવામાં આવે છે અને સામાન્ય યાત્રીકોને વિડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવા દેવામાં આવતી નથી તેવો અનુભવ થયો છે,
આ મામલે દિપકભાઈ બારાઈએ દ્વારકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યા બાદ જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી અને મહારાષ્ટ્રના દિપકભાઇ બારાઈએ મુંબઈ હાઇકોર્ટના વકીલ મારફત દ્વારકા દેવસ્થાન સમિતિને કોર્ટમાં કાનૂની દાવો દાખલ કરવાની નોટીસ ફટકારતાં ચકચાર જાગી છે,
ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરએ જગત મંદિરમાં વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં રાખવામા આવતા ભેદભાવ મામલાની ગંભીરતાને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.પી. દ્વારકાધીશ જગત મંદિરના વહીવટદાર,પુરાતત્વ વિભાગને પત્ર લખી આ મામલે દિપકભાઇના વકીલને જવાબ આપવા જણાવાયું છે,
આમ દ્વારકાના જગત મંદિરમાં વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા દેવા મામલે ભેદભાવભરી નીતિથી નારાજ થયેલા મુંબઈના દિપકભાઇના વકીલની કાનૂની નોટીસથી તંત્ર દોડતું થતાં ભારે વિવાદ જાગ્યો છે.
દરરોજના દર્શનના ફોટા કોણ કરે છે વાઇરલ
કહેવાથીતો દ્વારકાધીશ જગત મંદિરમાં સુરક્ષાની દ્રષ્ટિએ મંદિર અંદર પ્રવેશનાર વ્યકિતને ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ છે,પરંતુ દરરોજ સવાર પડેને કેટલાય મોબાઈલમાં દ્વારકાધીશ નિજમંદિરના અલગ-અલગ ઝાંખીઑના દર્શનના ફોટા કોણ વાઇરલ કરે છે તે પણ તપાસ માંગી લેતો વિષય છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.