mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
મતદારયાદી સુધારણા કાર્યકમ ૨૦૧૯ આજથી ચાલુ થયો છે,જે અનુસંધાને જે તે વહીવટીતંત્ર દ્વારા ૧૬/૯,૩૦/૯ અને ૧૪/૧૦ એમ ત્રણ તબક્કામાં સવારે ૧૦ થી સાંજે ૫ સુધીના સમયગાળા દરમિયાન જે તે બીએલઓ એ તેમને ફાળવેલ બુથ પર હાજર રહી મતદારયાદી લગત વિવિધ કામગીરીઓ કરવાના હુકમો બીએલઓ ને કરવામાં આવ્યા હતા,
પરંતુ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૯ બુથ પર બીએલઓ મતદાર નોંધણી અધિકારી દ્વારા આપવામાં આવેલ સુચનાઓનું ઉલ્લંઘન કરી ને ગેરહાજર રહેલ હોવાનું આજે સામે આવ્યું છે,જેની સામે પકડ વોરંટ ઇસ્યુ કરાયા છે,જેની સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે તે બીએલઓ મતદારયાદી સુધારણા કાર્યક્રમની તાલીમમાં પણ હાજર ના રહી અને રાષ્ટ્રીય કામગીરીનો અનાદર કરેલ હોય નવ બીએલઓ સામે મદદનીશ મતદાર નોંધણી અધિકારી ખંભાળિયા દ્વારા પકડ વોરંટ ઇસ્યુ કરી અને પોલીસને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરાઈ છે.
કોની કોની સામે નીકળ્યા પકડ વોરંટ…
ચૌધરી જાગૃતિબેન વાડીનાર બુથ,ગોપાલભાઈ નકુમ ખંભાળિયા ૧૩૨,રાજેશ ભનુભાઈ ચાવડા કબર વિસોત્રી,કરમુર હેમતભાઈ સલાયા,કૌશિક રમેશચંદ્ર દવે સલાયા,પંડ્યા ઉર્મિશ સલાયા,નિતેશ ખીમા ડાંગર ગોઇંજ,વાંક જીતેશભાઈ સલાયા,અને જાવેદ એમ મેર દાતા આ તમામ સામે પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે,જેને વોરંટ ઇસ્યુ કરાયા છે તે નવમાંથી ૬ શિક્ષકો,૨ આચાર્ય અને ૧ ક્લાર્ક નો સમાવેશ થાય છે.