mysamachar.in-દેવભૂમિદ્વારકા:
યાત્રાધામ દ્વારકા માં આજે ભગવાન શ્રી દ્વારકાધીશ નો 5245મા જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે સામાન્ય દિવસોમાં પણ મંદિર ને સુરક્ષાની દ્રષ્ટિએ એ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે,એવામાં જયારે લાખો ભાવિકોનો પ્રવાહ અહી અવિરત હોય ત્યારે દેવભૂમિ દ્વારકા પોલીસ વિભાગ દ્વારા પૂરતો બંદોબસ્ત દ્વારકા ના જગત મંદિર અને સમગ્ર દ્વારકા માં ગોઠવી દેવામાં આવ્યો છે,અને મંદિરની અંદરથી લઈને બહાર સુધી ચોસ્તરીય સુરક્ષા કવચ દ્વારકા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે,
દ્વારકા માં આવનાર યાત્રિકો ને મંદિર અંદર પ્રવેશ કરતા પહેલા ચેક કરવામાં આવે છે,મંદિરમાં પ્રવેશ મેળવ્યા બાદ યાત્રિકો ને દર્શન કરવામાં અગવડતા ન પડે તેમાટે બેરીકેટ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ મંદિર અંદર આવેલ સીસીટીવી કેમેરા થી પણ ખાસ પ્રકાર ના અધિકારી થી મોનીટરીંગ કરવામાં આવે છે દ્વારકા શહેર માં જગત મંદિર આસપાસ આવેલ અનેક વિસ્તારો પર નો પાર્કિંગ અને નો એન્ટ્રી કરવામાં આવી છે અને ભક્તો ને અગવડતા ન પડે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે,
ઉપરાંત મંદિર ની સુરક્ષા કાજે એક એસપી કક્ષા ના અધિકારી , 4 ડીવાય એસપી , 10 પીઆઇ , 27 પીએસઆઇ અને 600 થી વધુ પોલીસ જવાનો સાથે એસઆરપી , જીઆરડી , હોમગાર્ડ ના જવાનો મળી પોલીસ સ્થાફ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે,જન્માષ્ટમી ના વિશેષ બંદોબસ્ત માં કુલ ત્રણ ઝોન પાડવામાં આવ્યા છે અને શહેર તેમજ મંદિર આસપાસ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને જન્માષ્ટમી ની ઉજવણી પૂર્ણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પોલીસ દ્વારા ટુરીસ્ટ હેલ્પલાઈન પણ શરૂ કરાઈ…
આજે જન્માષ્ટમી નો પાવનપર્વ છે ત્યારે ના માત્ર જામનગર કે દેવભૂમિદ્વારકા કે ખાલી ગુજરાત પણ દેશ ના અન્ય રાજ્યોમાંથી પણ હજારોની સંખ્યામાં ભાવિકો અહી દ્વારકાધીશ ને માથું ટેકવવા આવે છે ત્યારે ભાવિકોને કોઈપણ માહિતી જોઈએ કે પછી કોઈ માહિતી આપવી હોય અથવા તો કોઈપણ વિમાસણ ઉભી થાય તો તેના માટે દ્વારકા પોલીસ દ્વારા ટુરીસ્ટ હેલ્પલાઈન પણ શરૂ કરાઈ છે..