Mysamachar.in-જામનગર:
ગુજરાત સહિત દેશભરમાં બેરોજગારોને રોજગારી આપવાના મામલે સરકાર દ્વારા મસમોટા દાવાઑ તો કરવામાં આવી રહ્યા છે,પરંતુ વાસ્તવિક ચિત્ર કઈક જુદુ જ છે.કારમી મોંઘવારી વચ્ચે શિક્ષિત યુવાનોને રોજગારી મેળવવા માટે દર-દરની ઠોકરો ખાવી પડે છે,તેવામાં બેકારીથી કંટાળીને જામનગરના પરણીત યુવકે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે,
જામનગરમાં એકડે એક બાપુની દરગાહ પાસે રહેતા જુમાદીન રફાઈ નામના પરણીત યુવકને છેલ્લા ઘણા સમયથી કામ-ધંધો મળતો ન હોવાથી ગુમ-સુમ રહેતો હતો અને ગઇકાલે બેકારીથી કંટાળીને જુમાદીનએ મનમાં લાગી આવતા પોતાના ઘરે જ રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા મોત નિપજયું હતું.આ બનાવથી મૃતક મુસ્લીમ યુવકના પરિવારમાં માતમનો માહોલ છવાયો છે,
આમ એક બાજુ જામનગર સહિત ગુજરાતમાં પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોના આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે,ત્યારે કારમી મોંઘવારી વચ્ચે બેકારીથી કંટાળીને યુવકો દ્વારા આપઘાત કરવા તરફ પગલું ભરી રહ્યા હોવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે, જેથી રોજગારી મામલે સરકારે ચિંતા કરવી ઘટે તેવું જાણકારો માની રહ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.