mysamachar.in-દેવભૂમિદ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરી અને ચીલઝડપ ના ગુન્હાઓના વધી રહેલ પ્રમાણ વચ્ચે દેવભૂમિદ્વારકા એસઓજી ને આવા ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે,અને પોલીસે ચાર શખ્સો ને ઝડપી પાડ્યા છે,
દેવભૂમિ દ્વારકા ના ખંભાળિયામા એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન સ્ટાફને ચોક્કસ બાતમી મળી કે ચોરી ચીલઝડપ સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલ ચાર જેટલા શખ્સો આ વિસ્તારમાં એકઠા થયા હોવાની માહિતી પરથી પોલીસે દરબારગઢ નજીકથી અકરમઉર્ફે અક્કી,કૈલાશનાથ ઉર્ફે કઈલો,રાજકુમાર,અને હબીબ ઉર્ફે હબલો નામના શખ્સો ને ઝડપી પાડી તેની આકરી પૂછપરછ શરૂ કરી હતી,
એસઓજી ની પૂછતાછ દરમિયાન આરોપીઓએ બે ઘરફોડ ચોરી,એક મંદિર ચોરી અને જામનગર અને દ્વારકા જિલ્લામાં ૮ જેટલી ચીલઝડપ કર્યાની કબુલાત આપતા પોલીસે આરોપીઓ પાસેથી પોણા બે લાખનો મુદામાલ કબજે કરી રીમાન્ડ લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે,
ઝડપાયેલ આરોપીઓ પૈસાની તીવ્ર જરૂરિયાત ઉભી થતા આ રીતે એક બાદ એક ગુન્હાઓને અંજામ આપતા હોવાનું પણ પોલીસ સમક્ષ કબુલ્યું છે,આ કાર્યવાહી એસઓજી પીઆઈ કે.જી.ઝાલા અને પીએસ્આઈ ડી.બી.ગોહિલ,એ.ડી.પરમાર ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મહમ્મદ બ્લોચ,દેવશી ગોજીયા,ધર્મેન્દ્રસિંહ જાડેજા,જેસલસિહ જાડેજા,મહાવીરસિંહ ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.