mysamachar.in-જામનગર:
છેલ્લા કેટલાય સમયથી દેશભરમાં જાણે કૌભાંડો ની હારમાળા સર્જાવા લાગી હોય તેમ એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે…માલ્યા,નિરવ મોદી,અને વિક્રમ કોઠારી ના કૌભાંડ હજુ તાજા છે..ત્યાં જ ના માત્ર ગુજરાત પણ ગુજરાત સહિતના ચાર રાજ્યો મહારાષ્ટ્ર,કર્ણાટક અને આંધ્રપ્રદેશ માં લોકો ને ડબલ રકમ આપવાની અને રોકાણ કરવાની જુદી જુદી લોભામણી સ્કીમો આપી અને કરોડો નું ફૂલેકું સમૃદ્ધ જીવન કો ઓપરેટીવ સોસાયટી નામની કંપની એ ફેરવવાનું કૌભાંડ થોડા સમય પૂર્વે સામે આવ્યા આ બાદ આ સમગ્ર મામલાની તપાસ સીઆઈડી ક્રાઈમ ને રાજકોટના એક ફરિયાદી ની ફરિયાદ પરથી સોંપવામાં આવી હતી..
સમગ્ર ભારતમાં અંદાજે ૨૨૦૦ કરોડનું આ કૌભાંડ વર્ષ ૨૦૧૨ થી માંડી ને વર્ષ ૨૦૧૬ સુધી એટલે કે પાછલા પાંચ વર્ષ દરમિયાન આ કંપનીના ૧૪ જેટલા ડિરેક્ટરો દ્વારા પૂર્વઆયોજિત કાવતરા ના ભાગરૂપે એજન્ટો નીમી ઓફિસો ખોલી અને લોકો પાસે થી અનલિમિટેડ રોકાણ અને ડબલ પરત કરવાની વિવિધ સ્કીમોના ઓથા હેઠળ કરોડો નું કૌભાંડ આચરવા અંગે રાજકોટમાં મજુરી કામ કરતાં ગોપાલભાઈ મકવાણા એ સીઆઇડી ક્રાઈમ માં ફરિયાદ નોંધવતા પ્રાથમિક તપાસમાં જ રાજકોટના ૧૭૦૦ જેટલા એજન્ટોએ પણ ૪૪ કરોડ ઉપરાંત નું રોકાણ કર્યાનું સામે આવ્યું હતું..ગુન્હાની ગંભીરતા અને આ સમગ્ર ગુજરાતમાં જ આ કૌભાંડનો આંક ૫૦૦ કરોડ ઉપર ની રકમ નું હોવા ની આશંકા એ સીઆઇડી ક્રાઈમ દ્વારા છેતરપીંડી,ગુન્હાહિત કાવતરું સહિતની વિવિધ કલમો હેઠળ સમૃદ્ધ જીવન લીમીટેડ ના ડીરેકટરો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી..જે તપાસ દરમિયાન સીઆઈડીક્રાઈમ ની ટીમે વડોદરા નજીક થી કંપનીના બે ડિરેક્ટર મહેન્દ્ર વસંત ગાડે અને સુનીતા કિરણ થોરાત રહે બને પુના વાળાઓને ઝડપી પાડી અને તેને કોર્ટમાં રજુ કરતાં કોર્ટે તેના તારીખ ૭ સુધી ના રિમાન્ડ મંજુર કરતા સીઆઈડી એ આ લોભામણી સ્કીમ અંગે ઝડપાયેલ બને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.
એક ના ડબલ પૈસા કરવાની લાલચ રાખતા લોકો માટે કરોડો ના કૌભાંડ નો આ કિસ્સો લાલબતી સમાન છે…ગુજરાત,જામનગર સહીત અન્યચાર રાજ્યોના કેટલાય લોકો એ લોભામણી જાહેરાતો માં આવી જઈ અને રૂપિયા એક ના ડબલ કરવાની લાલચે કરોડો ગુમાવી બેસવાનો વારો આવ્યો છે..ત્યારે પોતાની મરણમૂડી ગુમાવનાર લોકો ન્યાય ની આશ લગાવીને બેઠા છે..