Mysamachar.in-ગોધરા
બેફામ અને પુરપાટ ઝડપે દોડતી કાર કોઈને પણ અડફેટ લે છે, આજે પણ આવી જ અકસ્માતની ઘટના ગોધરામાં સામે આવી છે, જ્યાં બાઈક પર જઈ રહેલા ત્રણ યુવકોને કારચાલકે ટક્કર મારતા ત્રણેયના મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે, જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે દાહોદ બાયપાસ હાઈવે પર આ ઘટના સામે આવી છે જેમાં કાર ચાલક બાઈક પર સવાર ત્રણ યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો કાર ચાલક દારૂના નશામાં હોવાનું મનાઈ રહ્યું છે.
બાઈક પર ત્રણ યુવકો રાત્રિ દરમિયાન ફરવા નીકળ્યા હતા તે દરમિાયન પૂર ઝડપે આવી ચઢેલી કારે બાઈક સવાર ઈસમોને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અકસ્માત બાદ કાર સવાર ઘટના સ્થળેથી કાર સાથે ફરાર થઈ ગયો હતો. જો કે આ મામલે પરિવારજનોએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે યોગ્ય સમયે એમ્બ્યુલન્સ મદદ નહિ મળવાના કારણે ત્રણેય યુવકોના મોત થયા છે આક્ષેપોને લઈ મોડી રાત્રે મૃતકોના સ્વજનો સહિત મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. આક્ષેપો સાથે કલેક્ટર કચેરીના કચેરીએ મૃતદેહોનો સ્વીકાર નહિ કરી ધરણા પર બેસતા DYSPની સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો. જો કે સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.


























































