Mysamachar.in-જામનગર:
જામનગરના મહાપ્રભુજીની બેઠક પાછળ શ્રીજી સોસાયટી વિસ્તારમાં વસવાટ કરતા ૬૨ વર્ષીય વૃદ્ધ સામજીભાઈ કણજારીયા છેલ્લા કેટલાક સમયથી શેરબજાર સાથે સંકળાયેલા હોય અને સોદાઓ કરતા અને તેમાં તેવો બાવીશ થી પચીસ લાખ હારી જતા તેવોને આ વાત લાખોની હારની વાત લાગી આવી હોય પોતાની જાતેથી ભલસાણ થી વાણીયા ગામ તરફ જતા રસ્તા પર જંતૂનાશક દવા પી જતા તેવોને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યાનું પોલીસચોપડે જાહેર થયું છે.