mysamachar.in-જામનગર:
જામનગર એસ.ટી.ડિવિઝનમા ફરજ બજાવતા અને ઉચ્ચ હોદા ઉપર રહેલા વિભાગીય નિયામક(ડી.સી) વિરુદ્ધ તેમના જ વિભાગમાં કામ કરતી મહિલા સહકર્મચારી દ્વારા તેણી પર યૌનશોષણની તાજેતરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ DC જીગ્નેશ બુચએ જામનગરની અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી આ અરજી કોર્ટે માન્ય ન રાખતા પોલીસે જીગ્નેશ બુચની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જામનગર એસ.ટી.ડિવિઝનમાં મહિલા કર્મચારી દ્વારા સીટી એ ડિવીજન પોલીસ મથકમાં એસટી ડિવિજનલ કંટ્રોલર સામે નોંધાવેલ ફરિયાદ મુજબ વિભાગીય નિયામક(ડી.સી) જીગ્નેશ બુચ તેઓના ઉચ્ચઅધિકારી હોવાના નાતે અવાર નવાર મોબાઈલ ફોન કરીને સંબંધ બાંધવા માટે માંગણી કરતા હોય તેમજ તેમની ચેમ્બરમાં બોલાવીને મહિલાકર્મચારી સાથે અશોભનીય વર્તન કરીને તાબે થવા માટે વારંવાર માંગણી કરવામાં આવતી ઉપરાંત ડી.સી.જીગ્નેશ બુચ દ્વારા અન્ય કર્મચારીઓ દ્વારા પણ ભોગ બનનાર મહિલાને કહેણ મોકલાવીને આ મહિલા કર્મચારીને સંબંધો બાંધવા માટે દબાણ કરીને માનસિક ત્રાસ આપતા હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી
જામનગર વિભાગીય નિયામક જીગ્નેશ બુચ સામે તેમના જ વિભાગમાં ફરજ બજાવતી પરિણીત મહીલા કર્મચારી દ્વારા યૌનશોષણની ફરિયાદ કરતા જામનગર જિલ્લાના એસ.ટી.વિભાગમાં આ યૌનશોષણનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતોદરમ્યાન એસ.ટી.ના વિભાગીય નિયામક જીગ્નેશ બુચ ફરાર થઈને જામનગર પોલીસ તેની ધરપકડ ન કરે તે માટે અદાલતમાં આગોતરા જમીન અરજી કરી હતી જેની આજરોજ સુનાવણી હાથ ધર્યા બાદ અદાલતે આરોપી જીગ્નેશ બુચના આગોતરા જમીન નામંજુર કર્યા હતા અને જામનગરમાં જીગ્નેશ બુચ હાજર મળી આવતા જામનગર સીટી-એ પોલીસ સ્ટેશન હેઠળ આવતા દરબારગઢ ચોકીના પી.એસ.આઈ મેઘરાજસિંહ વાળા તથા સ્ટાફના ચંદ્રકાન્તભાઈ પટેલ,કલ્પેશભાઈ ગઢવીએ ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.