mysamachar.in-જામનગર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહાનગરપાલિકા ઓ નું એક વિશિષ્ટ મહત્વ રહેલું છે…અને અહીંથી જ સમગ્ર શહેર ની કાયાપલટ કરવા અંગેના નિર્ણયો ચૂંટાયેલ સભ્યો અને અધિકારીઓ દ્વારા લેવામાં આવતા હોય છે…ત્યારે આટલી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ની જ હાલત કફોડી હોય તો…..??
અહી વાત જામનગર મહાનગરપાલિકા ની કરવામાં આવે તો એક તરફ જામનગર મહાનગરપાલિકા ની આર્થિક સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી ડામાડોળ છે..તે બાબત થી જામનગર ના શહેરીજનો અને મનપાના પદાધિકારીઓ સહિતનાઓ સર્વવિદિત છે…અને તેના અનેક કિસ્સાઓ એક બાદ એક સામે આવી ચુક્યા છે અને આવતા રહે છે,
સ્વભંડોળ અને રાજ્યસરકાર માં થી અપૂરતી ગ્રાન્ટો ને કારણે કેટલીય વખત સ્થિતિ એવી આવી છે કે કર્મચારીઓ ને પગાર પણ મોડા થાય છે અને વિકાસના કાર્યોની ગાડી પણ અટવાઈ જાય છે,એવામાં મનપાની આર્થિક સ્થિતિ ને ધ્યાને લઈને ચૂંટાયેલ ૧૬ વોર્ડના ૬૪ સભ્યો એ પોતાને મળતા ભથ્થાઓ જો સ્વેચ્છાએ મનપામાં જમા કરાવી આપે તો (જેને ખરેખર જરૂર નથી) મનપાને વર્ષ લાખો રૂપિયાનો બચાવ થાય….પરંતુ અહિયા તો ઉલટી ગંગા હોય તેમ ગતસાંજે રાજ્યસરકાર દ્વારા જામનગર સહીત રાજ્યની તમામ આઠ મહાનગરપાલિકામાં ચૂંટાયેલ સભ્યોના માનદ વેતન સહિતના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કેટલી વાજબી તે લોકમુખે ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે???
અત્યાર સુધી સભ્યોને માસિક ભથ્થા પેટે માનદવેતન ૩૦૦૦ મળતું હતું તે હવે ૭૦૦૦ થશે,ટેલીફોન બીલ ૫૦૦ ને બદલે ૧૦૦૦ થશે,સ્ટેશનરી ખર્ચ ૫૦૦ ને બદલે ૧૫૦૦ જયારે મીટીંગ ભથ્થું ૨૦૦ ને બદલે ૫૦૦ નો થશે…આમ અત્યાર સુધી જે માસિક રકમ ૪૨૦૦ થતી હતી તે હવે દસહજાર સુધી પહોચશે એટલે કે પેહલા ચુકવવામાં આવતી રકમ હવે બમણી થઇ જતા મનપાની તિજોરી પર બોજો વધશે તે પણ નિશ્ચિત છે,
ચૂંટાયેલ સભ્યો ચૂંટાયા બાદ તેના વિસતારોમાં કેટલા સક્રિય છે (અમુક ને બાદ કરતાં) તે જામનગરના શહેરીજનો ભાલીભાતી જાણે છે,એવામાં માનદવેતન મા વધારો અને ભથ્થા વધારાના લાભ મા વિપક્ષ ના સભ્યોનો પણ સમાવેશ થશે ત્યારે હવે સામાન્ય નાગરિકો ના અચ્છે દિન આવે કે ના આવે પણ કોર્પોરેટરના અચ્છે દિન જરૂર થી આવી ગયા તે વાત ચોક્કસ છે.