Mysamachar.in-જામનગર
આમ તો સામાન્ય કિસ્સાઓ એવા સામે આવતા હોય કે પુરુષ સ્ત્રીને સબંધ રાખવા દબાણ કરે પણ જામનગરમાં આવો એક ઉલટો કિસ્સો સામે આવ્યો છે અને જે બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે, સીટી એ ડીવીઝનમાં નોંધાયેલ ફરીયાદ મુજબ દિગ્વિજય પ્લોટમાં આવેલ અંબિકાડેરી પાછળ વસવાટ કરતા ધર્મેન્દ્ર કિશોરભાઈ તન્ના નામના 31 વર્ષીય યુવક જે પરિણીત છે, જેની એજન્સી અને ઘર પાસે પહોચી અવારનવાર ચેતનાબેન ઈલસાણીયા નામની મહિલા ધર્મેન્દ્રને હેરાન પરેશાન કરતી હોય અને તેની સાથે સબંધ રાખવાનુ કહેતા હોય અને આ વખતે પણ તેના ઘરે જઈને ધર્મેન્દ્દની માતા તથા પત્નિ ગાળો આપેલ હોય અને પોતાના ધર્મેન્દ્ર સાથે લગ્ન થયેલ છે તેવો ખોટો આરોપ નાખી ફસાવતા હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબબની ફરિયાદ સીટી એ ડીવીઝનમાં નોંધાઈ છે.