Mysamachar.in-જામનગર
જામનગરના જાણીતા મહિલા તબીબ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે, સીટી બી ડીવીઝન પોલીસ મથકે મળતી માહિતી મુજબ ફરીયાદી હરીશ દલાભાઈ ભાટી પોતાના ઘરેથી દરબારગઢ પોતાની માતાને લેવા દિકરી કંચન ઉ.વ.8 વાળીને લઇને જતા હતા ત્યારે જુના રેલ્વે સ્ટેશન પેટ્રોલપંપ પાસે પહોચતા જામનગરના જાણીતા તબીબ ડો. ઇલાબેન પુનાતર તેમની ફોર વ્હીલ કાર જેના રજી.નં. જી.જે.10 AP 8285 વાળી ફરીની દિકરી કંચન ઉ.વ.8 વાળીને પોતાની કાર પુરઝડપે બેફીકરાઇ થી ચલાવી હડફેટે લઇ કંચનને ડાબા પગના સાથળમા તથા જમણા પગના સાથળમા ઇજાઓ કરી નાશી ગયાની ફરિયાદ નોંધાઈ છે.