Mysamachar.in:જામનગર
ગુજરાત સહીત જામનગર પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે આ સંકટમાંથી હેમખેમ નીકળવા મનપાએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે, અને આ એક્શન પ્લાન અનુસાર વિવિધ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને નાયબ કમિશ્નર બી.એન.જાનીના માર્ગદર્શનમાં ટીમો દ્વારા હાલ જામનગર શહેરમાંથી 100 થી વધુ હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે, જયારે 1500 જેટલા કિઓસ્ક બોર્ડ ઉતારવાની કામગીરી અંતિમ ચરણમાં હોવાનું નાયબ કમિશનરે જણાવ્યું હતું.
-ફલડ કન્ટ્રોલ રૂમ તા.01/06/2023 થી તા.30/11/2023 સુધી રાઉન્ડ ધી કલોક કાર્યરત છે, ફલડ કન્ટ્રોલ તેમજ વાવાઝોડાની પરિસ્થિતિનું રાઉન્ડ ધી કલોક મોનીટરીંગ કરવામાં આવે છે જેનાં માટેની સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ છે.
-નીચાણવાળા વિસ્તારો કે જેમાં જામનગર મહાનગરપાલિકાનાં વિસ્તારોમાં 1 થી 16 વોર્ડ પૈકી વોર્ડ નં.-1, 2, 4, 10, 12, 15 માં ઓટો રીક્ષાથી ગઇકાલ સાંજથી વાવાઝોડા સંદર્ભે ભારે પવન તથા ભારે વરસાદ સાથેની આગાહીને ધ્યાને રાખીને જરૂરી સૂચનાઓ લોકોને આપવામાં આવેલ.
-જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વાવાઝોડાની તથા ભારે વરસાદની પરિસ્થિતિ માટે કુલ-6 ફાયર રેસ્કયુ બોટ કુલ-6 ટીમો માટે નિયત કરવામાં આવેલ છે. (જેમાં 1 ટીમમાં 6 સભ્યો) હશે.
-ભારે પવનનાં કારણે શહેરમાં વૃક્ષો ધરાશાયી થાય તેમજ રોડ બ્લોકેજ ન થાય તેનાં માટે 15 ટ્રી-કટર મશીન તથા 2 હાઇડ્રોલીક ટ્રીર્મીંગ મશીન ચાલુ કંડીશનમાં ઉપલબ્ધ છે.
-ફાયરનાં વાહનો જેમાં જુદા જુદા પ્રકારનાં રેસ્કયુ મશીન, ફાયર ટેન્કર, રેસ્કયુ જીપ, એમ્બ્યુલન્સ વગેરે ચાલુ કન્ડીશનમાં ઉપલબ્ધ છે જેની સમયાંતરે મોકડ્રીલ પણ કરવામાં આવે છે.
-ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં જયારે લોકોને સ્થળાંતરીત કરવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે જામનગર મહાનગરપાલિકાનાં 16 વોર્ડમાં મળીને કુલ-30 આશ્રય સ્થાનોની યાદી મોબાઇલ નંબર સાથે તૈયાર રાખવામાં આવેલ છે.
-રીહેબીલીટેશન અને રેસ્કયુ ટીમનાં અલગ અલગ ઓર્ડર ક૨વામાં આવેલ છે.
-ફુડ પેકેટ વિતરણ માટે પણ અલગ અલગ ટીમોનાં ઓર્ડર કરવામાં આવેલ છે.
-નીચાણવાળા વિસ્તારોમાં અંદાજે 15,000 લોકો પ્રભાવિત થવાની શકયતા છે.
-જામનગર શહેરમાં કુલ-130 જર્જરીત ઈમારતોને નોટીસ પાઠવવામાં આવેલ અને કુલ–2 જર્જરીત ઈમારતોને દુર પણ કરવામાં આવેલ અને હજુ 2(બે) ઈમારતોને દુર કરવાની કામગીરી હાલે ચાલુ છે તેમજ હાલે શહે૨માં સર્વેની કામગીરી પણ પૂર્ણ થયેલ છે.
-ફલડ કન્ટ્રોલ રૂમ ખાતે કુલ−8 જે.સી.બી., 8–ટ્રેકટર સ્ટેન્ડબાય રાખેલ છે. જરૂરી પડયેથી વધારે મશીન પાવર અને મેનપાવરની 20(વીસ) માણસોની ટીમ રાઉન્ડ ધી કલોક કન્ટ્રોલ રૂમ ખાતે હાજર રાખવામાં આવેલ છે.
-ફાય૨ શાખા પાસે કુલ-25(પચ્ચીસ) નંગ લાઇફ જેકેટ, કુલ-50(પચાસ) નંગ રીંગ ખોયા છે. જરૂરીયાત મુજબ વધારે મેળવી લેવામાં આવશે.
-જો શહેરમાં કોઇ જૂનું મકાન પડી જાય તો તેનો કાટમાળ ઉપાડવા માણસોની ટીમ કન્ટ્રોલરૂમ ખાતે સોમવારથી રાઉન્ડ ધી કલોક મશીન પાવર અને મેનપાવર એમ બંને રાખવામાં આવશે.