Mysamachar.in:ભાવનગર
ભાવનગરથી એક દુઃખદ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે, જેમાં એક બાળકી તળાવમાં પડી જતા તેને ડૂબતી બચાવવા અન્ય બાળકીઓ પણ તળાવમાં પડી જો કે તળાવમાં પડેલ 5 પૈકીની 4 બાળકીઓના મોત થયા છે જયારે અન્ય એકની સારવાર ચાલી રહી છે, આ અંગે જે રીતે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે મુજબ…
![](https://mysamachar.in/wp-content/uploads/2023/12/default-ad.jpg)
ભાવનગરના બોરતળાવ નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ અને કિશોરીઓ આજે બપોરના સમયે તળાવ કાંઠે કપડાં ધોવાં અને નહાવા માટે ગઈ હતી. આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બાળકી અને કિશોરીઓ પાણીમાં કૂદી પડી હતી. ઘટના બનતા નજીકમાં રહેલા લોકોએ ઘટનાસ્થળ પર પહોંચી તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ પર પહોંચતા ચાર બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે.મૃતકોમાં અર્ચના ડાભી ઉ.વ. 17, રાશિ ચારોલિયા ઉ.વ.9, કાંજલ વિજયભાઈ જાંબુચા ઉ.વ.12, કોમલ ચારોલિયા ઉ.વ.13ના મોત થયાનું જાહેર થયું છે, આજે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે.
![](https://mysamachar.in/wp-content/uploads/2023/12/default-ad.jpg)