દેવભૂમિ દ્વારકા:
આજના સમયમાં ઘરના કોઈ સભ્ય વિના થોડીવાર ચાલે પણ ખરા…પણ મોબાઈલ વિના ના ચાલે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે,પણ આ સ્થિતિ એક યા બીજી રીતે જોખમી કેટલાય કિસ્સાઓ મા સાબિત થઇ ચુકી છે,તબીબો પણ આવા કારણો ને લઈને સ્માર્ટફોન નો સીમિત ઉપયોગ કરવાની જ સલાહ આપે છે,એવામાં કલ્યાણપુર ના કેનેડી ગામે પણ મોબાઈલમા વાતચીત કરી રહેલા એક યુવકનું છત પરથી નીચે પટકાતા મોતનો કિસ્સો સામે આવ્યો છે,
વાત એવી છે કે કલ્યાણપુર ના કેનેડી ગામે પોતાના કાકા ને ઘરે રહેતો નીલેશ છગનભાઈ સોનગરા નામનો ૨૯ વર્ષીય યુવક રાત્રી ના છત પર સુતો હોય અને વહેલી સવારના અગાશી ની પાળી પાસે ઉભા ઉભા મોબાઈલમાં કોઈ સાથે વાત કરતો હતો તે દરમિયાન અચાનક છત પરથી નીચે પટકાઈ પડતા નીલેશ ને માથાના તેમજ દાઢીના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે,
આમ આ કિસ્સો મોબાઈલમાં મગ્ન બની કલાકો સુધી વાતો કરી અને બેધ્યાન થઇ જતા લોકો માટે પણ ચેતવણીરૂપ હોય તેમ લાગી રહ્યું છે.
























































