mysamachar.in-જામનગર:રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ પૂર્વે લોકોની સહાનુભૂતિ મેળવવા માટે રાજ્યસરકાર દ્વારા ખાનગી શાળા ફી અધિનિયમ નો કાયદો અમલી કર્યો હતો..પંરતુ જામનગર ના યુવક કોંગ્રેસ નો આક્ષેપછે કે જેવી ચુંટણીઓ પૂર્ણ થઇ કે તરત જ ફી નિયમન કાયદાની અમલવારી આડે પાટે ચઢી ચુકી છે…જો યુવક કોંગ્રેસનું માનીએ તો જામનગરની જ ૪૦ શાળાઓ એ ફી રેગ્યુલેશન અંગેની કોઈ કાર્યવાહી કરી ના હોય આવી શાળાઓ સામે કડક પગલા લેવા આજે યુવક કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રજૂઆત અને હલ્લાબોલ કરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો..
ત્યારે જીલ્લા શિક્ષણાધિકારી કણસાગરા રજૂઆત સાંભળવા માટે કચેરી નીચે આવ્યા હતા..અને જ્યાં કાર્યકરો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી હતી..અને રજૂઆત બાદ તાળાબંધી કરવાનો પ્રયાસ કરી રહેલ પોલીસે ૨૦ જેટલા કાર્યકરોને પોલીસે ડીટેઈન કરી અને પોલીસ મથક ખાતે લઇ ગઈ હતી..