Mysamachar.in-જામનગર:
જામનગર મનપાની ફાયર શાખા દ્વારા જામનગર શહેરમાં આવેલ સરકારી વિભાજી સ્કુલને ફાયર NOCના હોવાનું કારણ આગળ ધરીને સીલ મારી દેવામાં આવ્યું છે, ત્યારે આજે વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ સીલ તાકીદે ખોલવામાં આવે તેવી માંગ યુથ કોંગ્રેસ અને જામનગર NSUI ટીમ દ્વારા કરવામાં આવી છે થોડા દિવસ પહેલા જામનગર ફાયર વિભાગ દ્વારા વિભાજી સરકારી સ્કુલમાં સીલ મારવામાં આવ્યું. ફાયર સેફટીનાં સાધનો હોવા જ જોઇએ, પરંતુ સરકારી સીસ્ટમમાં કોઇપણ કામ કરવું હોય તો તેની લૈંધી પ્રોસેસ અને કાગળ ની કામગીરીમાં થી પસાર થવું પડે છે. અને ત્યાર બાદ ગ્રાંટ આવ્યે કામ કરાવી શકાય છે. વિભાજી સ્કુલમાં પણ ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટે ઘણા બધા કાગળો સંલગ્ન કચેરીને લખવામાં પણ આવ્યા છે. જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પણ ફાયર સેફટીના સાધનની ગ્રાંટ ફાળવવા માટેની રજૂઆત પણ કરેલ છે.
યુથ કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકારી શાળા સીલ કરનાર જામનગર મનપાની ફાયર કચેરી જયાંથી ફાયરની એન.ઓ.સી. આપવામાં આવે છે. તે કચેરીમાં પણ ફાયર સીસ્ટમા નથી કે ફાયરની એન.ઓ.સી. નથી. તો નીયમ મુજબ આ કચેરીને પણ શીલ મારવુ જોઇએ હાલ પરિક્ષાઓનો સમય શરુ થવા જઇ રહયો છે. અને સરકારી સ્કુલમાં શીલ મારવું એ વિદ્યાર્થીના હીત સાથે ચેડા કરતો નિર્ણય છે. માટે જયાં સુધી સરકારમાંથી ગ્રાન્ટ ન આવે ત્યા સુધી વિભાજી સ્કુલમાં ફાયર સેફટીનું કામ શક્ય નથી માટે વિદ્યાર્થી હિતને ધ્યાનમાં લઇને વિભાજી સ્કુલનું શીલ ખોલી આપવામાં આવે તેવી રજૂઆત કરતી વેળાએ જામનગર યુથ કોંગ્રેસ પ્રમુખ ડો.તૌસીફખાન પઠાણ, યુવક કોંગ્રેસ 78 પ્રમુખ શક્તિસિંહ જેઠવા અને NSUI પ્રમુખ મહિપાલસિંહ જાડેજા સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


























































