mysamachar.in-રાજકોટ
રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબુદી ની વાતો વચ્ચે ભ્રષ્ટાચાર કુદકે ને ભૂસકે વધી રહ્યો તેમ લાગી રહ્યું છે,ગઈકાલે સાંજે જ ગાંધીનગર ની માણસા મામલતદાર કચેરી નો ડ્રાઈવર રૂપિયા ૩૫૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા ના કલાકોમા જ ગત મોડીરાત્રી ના વધુ એક લાંચીયો એસીબી ની ઝપટે ચઢી જવા પામ્યો છે,
રાજકોટમાં થયેલ એક કેસમાં ફરીયાદી તથા તેના કુટુંબીક સભ્યો વિરૂધ્ધ ગત સાતમ-આઠમના દિવસોમાં રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં જુગાર રમવા અંગેનો ગુન્હો દાખલ થયેલ તે કેસમાં માર નહીં મારવાના વહિવટ પેટે આ કેસમા ઝડપાયેલ પોલીસમેને ફરીયાદી પાસેથી રૂા.૧૦,૦૦૦/- ની લાંચની માંગણી જેતે વખતે કરેલ જે ફરીયાદીએ આપેલ નહીં અને આજ થી પાંચેક દિવસ પહેલા આક્ષેપિત ફરીયાદીને મળેલ ત્યારે તેના વિરૂધ્ધ દારૂ પીવાનો ખોટો કેસ કરવાની ધમકી આપી માર મારેલ અને અગાઉ જુગારના કેસ વખતના વહીવટ ફરીયાદીએ રૂા.૧૦,૦૦૦/- આપેલ નહીં તેની ફરીથી માંગણી પણ કરેલ હતી,
ફરીયાદીએ લાંચની રકમ આપવા માંગતા ના હોય તેવોએ સીધા જ એસીબીમા ફરીયાદ કરતા જે આધારે એસીબી એ ગોઠવેલ લાંચના છટકામા આરોપી મહેન્દ્રભાઈ ગંગદાસભાઇ પારખીયા,અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ, વર્ગ-૩, નોકરી પી.સી.આર -૧૩ ફરીયાદી પાસેથી આજી ડેમ ચોકડી નજીક થી રૂા.૧૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી,સ્વીકારી પકડાઈ જતા એસીબીને વધુ એક સફળતા મળી છે,
આ ટ્રેપ મદદનીશ નિયામક એસીબી રાજકોટ એચ.પી.દોશી ના માર્ગદર્શન હેઠળ પી.આઈ.એન.કે.વ્યાસ, અને રાજકોટ શહેર તથા ગ્રામ્ય તથા જામનગર, એ.સી.બી.પો.સ્ટે.ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.