Mysamachar.in-જામનગર:
ગુજરાતની નંબર-૧ આયુર્વેદિક યુનિવર્સિટીના કર્મચારીઓ સાતમાં પગારપંચની અમલવારીને બે વર્ષ જેવો સમય થવા આવ્યા છતાં સાતમાં પગારપંચનો હજુ સુધી લાભ ન મળતા આજે એક દિવસ કામકાજ બંધ રાખીને કર્મચારીઑ માસ સી.એલ. પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે,
જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના કેન્દ્ર સરકારી આઈ.પી.જી.ટી. અને આર.એ. કચેરીના નોન-ટીચીંગ કર્મચારીઓને તા.૧.૧.૧૬ થી અમલમાં આવેલ સાતમાં પગારપંચનો લાભ આપવામાં આવે છે,જેની સામે આયુર્વેદિક યુનિવર્સિટીના રાજ્ય સરકાર હસ્તકના કર્મચારીઓને સાતમાં પગારપંચના લાભથી વંચિત રાખવામા આવ્યા છે, તેવા સવાલ વચ્ચે કુલપતિને રજુઆત કરીને સાતમાં પગારપંચનો લાભ આપવાની માંગણી સાથે આજે યુનિવર્સિટીના શૈક્ષણીક તથા બિન-શૈક્ષણીક સ્ટાફ દ્વારા વિરોધ નોંધાવીને આજે એક દિવસની માસ પી.એલ. પર ઉતરી જતા કામગીરી પર અસર થવા પામી હતી.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.