Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:ધર્મેશ ઉપાધ્યાય:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત અને પ્રદુષણ નુકશાન નિકંદન ફેલાવાનુ શરૂ કરનાર ઘડી-RSPL કંપની થી કોનુ હિત સચવાય છે તે સવાલ સમગ્ર પંથકમાં ચર્ચાય છે અને ખેતીની જમીનમાં પ્રદુષણ કરતી આ કંપની ફરી વિવાદમાં આવી છે, જેથી”ના ઈસ્તમાલ કરે ના વિશ્વાસ કરે ઇસ ઘડી કા બહિષ્કાર કરે “આવા સુત્રો દિગ્ગજ કંપની સામે ખેડૂતો બોલી રહ્યા છે, દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત RSPL ઘડી કંપની પોતાના સોડા એસ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ત્રણ ચાર વર્ષથી કરી રહી છે પ્રોજેકટ પૂર્ણતાને આરે પહોંચ્યો નથી પણ આ કંપનીએ સ્થાનિક ખેડૂતો ને એટલી હદે તકલીફો અને યાતનાઓ આપી કે જેને લઈ ખેડૂતોમાં રોષ ખૂબ છે અને ખેડૂતોએ આ કંપની સામે કાયદાકીય લડતો ચાલુ રાખી છે.
RSPL ઘડી કંપની 4 હજાર વીઘા જેટલી જમીનમાં પ્લાન્ટ સ્થાપી રહી છે અને આ કંપનીએ ચારે તરફ બાઉન્ડ્રી વોલ પણ ઉભી કરી દીધી છે અને આ બાઉન્ડ્રી વોલ ની અંદર ખેડૂતોની આશરે 300 વીઘા જેટલી જમીન ખેડૂતોની આવેલી છે આ જમીન ખેડૂતો પાસેથી લઈ લેવા કંપનીએ સામ દામ દંડ ભેદ બધી જ નીતિઓ ખેડૂતો પર અખત્યાર કરી સિક્યુરિટી દ્વારા ખેડૂતોને પોતાના માલિકીના ખેતરે જવા દેવા હેરાનગતિ કરવામાં આવે છે અને ખેડૂતોના ખેતરે જવાના આંતરિક રસ્તાઓ કંપની દ્વારા બંધ કરી દીધેલ હતા.
RSPL ઘડી કંપનીની હદમાં આવતા ખેતરોમાં કમ્પની દ્વારા અવારનવાર પ્રદુષિત પાણી છોડવામાં આવતું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે દૂષિત પણી છોડાતા ખેડૂતોના ખેતરોમાં વ્યાપક નુકસાન થયેલ છે અનેક રજૂઆત ખેડૂતોએ પ્રદુષણ બોર્ડને કરી પણ બોર્ડના અધિકારીઓ આવી સેમ્પલ લઈ જાણે ચાલ્યા જતા રહે છે અને આશ્ચર્યકારક રીતે કોઈ નક્કર કાર્યવાહી પ્રદુષણ બોર્ડ દ્વારા કરવામા નથી અને લાજ કાઢવામાં આવે છે તેવો રોષ પણ અહીના સ્થાનિકોનો છે.
-પ્રદુષણ બોર્ડના સુત્રેજા( હાલ ACB ના મહેમાન)સમક્ષ રજુઆતો થઇ હતી
આવી કંપનીઓ સામે એ સવાલ ઉભો થાય છે ખેડૂતોએ ખાનગી લેબોરેટરીમાં પણ આ દૂષિત પાણીના સેમ્પલ મોકલી રિપોર્ટ કરાવેલ જેમાં આ પાણી દૂષિત છે એવું ખેડૂતોને જાણવા મળેલ તો પછી સરકારી પ્રદુષણ બોર્ડની કચેરી ને રિપોર્ટ આવતા વાર કેમ લાગે છે તાજેતરમાં પ્રદુષણ બોર્ડના અધિકારી સુત્રેજા વિરુદ્ધ એ.સી.બી એ અપ્રમાણસર સંપત્તિ મામલે તપાસ હાથ ધરી છે ત્યારે આ અધિકારી સમયે કૂરંગા ગામના ખેડૂતોએ પ્રદુષણ બોર્ડમાં રજૂઆતો કરેલ હતી ત્યારે આજ અધિકારીએ કોઈ પગલાં કંપની વિરુદ્ધ કેમ લીધા નહીં તે પણ તપાસ નો વિષય બની જાય છે આવા અધિકારીઓ કેમ કંપનીઓ સામે પગલા લેવામાં શરમ અનુભવે છે ત્યારે હાલ તો કૂરંગા ગામના ઘડી કંપનીની હદમાં આવતા ખેતરો ના ખેડૂતો ન્યાય માંગી માંગી થાકયા છે, ખેડૂતોએ પોતાના ખેતરોમાં વ્યાપક પ્રદુષણ ફેલાતું હોઈ ખેડૂતો છેલ્લા 3 વર્ષથી પાક નથી લઈ શકતા તેવી સ્થિતિ જમીન ખારી બની ગઈ છેત્યારે સરકાર આખરે સંવેદનશીલ હોય તો કેમ ખેડૂતોની વ્યથા સંભાળતી નથી તેવા સવાલો પણ થાય છે.