mysamachar.in-જામનગર:
ગુજરાતભરમાં દિવાળી અને નુતનવર્ષની ઉજવણી લોકો અનેક રીતે કરવામાં મશગુલ બન્યા છે,તેવામાં જામનગરવાસીઓમાં ઝુમ બરાબર ઝુમ શરાબી બનીને શરાબના સેવનથી ઉજવણી કરતાં હોવાના પુરાવા હાથ લાગ્યા છે,
આમ જોઈએ તો હાલારમાં પરંપરાગત રીતે દિવાળી અને નુતન વર્ષના વધામણાં કરવા હાલારવાસીઓ જાણીતા છે પરંતુ તેમાથી બાકાત અમુક પ્યાસીઓ માટે આ તહેવાર મોજ-મજા કરવાનો હોય તેમ ભાન ભૂલીને શરાબનું સેવન સરકારી કચેરીઓ પાસે જ મુદ્દામાલ જાહેરમાં ફેકી દેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે,માય સમાચારના કેમેરાની ક્લીકમાં જામનગરની ખાસ કરીને લાલ બંગલા સર્કલ નજીક કચેરીઓ પાસે દારૂની ખાલી બોટલો કેમેરામાં કેદ થઈ છે,
જેને સરકારી કચેરીઓનો ગઢ માનવામાં આવે છે તે જામનગરના લાલ બંગલા નજીક આવેલ એલ.સી.બી.નજીકની આર.ટી.ઑ. કચેરી પાસે,માહિતી ખાતાની કચેરી પાસે,લોકલ ફંડ કચેરી,જિલ્લા પંચાયતના પાછળના ભાગમાં દારૂની ખાલી બોટલો જોવા મળી છે,
જામનગરની મોટાભાગની સરકારી કચેરીઓ પાસેથી બે દિવસના રજાના દિવસો દરમ્યાન ખાલી દારૂની બોટલો જોવા મળતા કોણે મજા કરીને આ સરકારી કચેરીઓને જ ટાર્ગેટ કરીને ખાલી બોટલો અહિયાં ફેકી હશે અથવા શું આખા વર્ષના કામના ભારણથી છુટકારો મેળવવા માટે સરકારી બાબુઓ જ થાક ઉતારવા માટે મજા કરીને મોજમાં ને મોજમાં કચેરીની બહાર જ મુદ્દામાલ ફેકયો કે કેમ?તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.