Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણી જવાબદારીઓ વિવિધ અધિકારીઓને સોંપવામાં આવી છે. આ મુખ્ય અધિકારીઓનાં નામો, હોદાઓ તથા ફોન નંબર આપનાં માટે ગમે ત્યારે ઉપયોગી પૂરવાર થઈ શકે છે. અત્રે આ માહિતી સંક્ષેપમાં આપવામાં આવી છે. જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી ( કલેકટર) ડો. સૌરભ પારધી દ્વારા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોનાં ચૂંટણી અધિકારીઓનાં નામો સહિતની માહિતી તાજેતરમાં એક પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવી હતી.
76-કાલાવડ વિધાનસભા બેઠકની સંપૂર્ણ જવાબદારી ધ્રોલના પ્રાંત અધિકારી વી.ડી. સાકરીયા(75676 24001)ને સોંપવામાં આવી છે.તેઓના મદદનીશ તરીકે જોડીયા, ધ્રોલ, કાલાવડ, ટંકારા, મોરબી અને પડધરીના મામલતદારો જવાબદારીઓ સંભાળશે.
77-જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ની જવાબદારી જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારી ડી.વી.ડોબરીયા(99784 05182)ને સોંપવામાં આવી છે. તેઓને જામનગર ગ્રામ્ય તથા જોડીયાનાં મામલતદારો કામગીરીમાં મદદ કરશે.
78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠકની ચૂંટણી જવાબદારી જામનગર શહેરનાં પ્રાંત અધિકારી દર્શન શાહ (99784 05342)ને સોંપવામાં આવી છે. શહેર મામલતદાર તેઓને કામગીરીમાં મદદરૂપ થશે.
79-જામનગર દક્ષિણ વિધાનસભા બેઠકની ચૂંટણી જવાબદારી જિલ્લા પૂરવઠા અધિકારી એન.એચ.મકવાણા(75670 22435)ને સોંપવામાં આવી છે.કલેકટર કચેરીનાં પીઆરઓ, શહેર મામલતદાર તથા ચીટનીશ તેઓને ચૂંટણી કામગીરીમાં મદદ કરશે.
80-જામજોધપુર વિધાનસભા બેઠક માટેની ચૂંટણી જવાબદારી લાલપુર પ્રાંત અધિકારી એન.ડી.ગોવાણી(75670 09628)ને સોંપવામાં આવી છે. કલેકટર કચેરીનાં પ્રોટોકોલ મામલતદાર, જામજોધપુર-લાલપુર-ભાણવડ નાં મામલતદારો તેઓને ચૂંટણી કામગીરીમાં મદદરૂપ બનશે.
કોઈ પણ મતદાર ચૂંટણી સંબંધી કોઈ પણ કામગીરી કે ફરિયાદ સંદર્ભે આ મદદનીશ ચુંટણી અધિકારીઓ અથવા સંબંધિત વિધાનસભા બેઠકનાં મુખ્ય ચૂંટણી અધિકારીનો સંપર્ક સાધી શકે તે માટે આ ફોનનંબરો જાહેર કરવામાં આવ્યા છે.