ભાર્ગવી જોશી:mysamachar.in-જુનાગઢ:
જૂનાગઢ ના સાસણ ગીરના સફારી પાર્ક માં આવેલ દેવળીયા પાર્કમાં બે સિંહોએ વનકર્મીઓને જ ફાડી ખાધનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે,ગૌતમ અને ગૌરવ નામના આ બે સિંહોએ ફરજ પરના વનકર્મી પર અચાનક હુમલો કરી ઢસડીને લઇ જતા અન્ય બે ફરજકર્મીઓ બચાવવા ગયા જેના પર પણ હુમલો કરતા કુલ ત્રણ વનકર્મીઓ ઇજાગ્રસ્ત બનતા પ્રવાસીઓનું સુરક્ષાનું શું તેવા સવાલો પણ ઊઠવા લાગ્યા છે,
જૂનાગઢના સાસણ ગીર માં વેલ દેવળીયા પાર્ક માં વનકર્મીઓના પાલતુ જેવા ગણાતા સિંહો એ વનકર્મીઓ પરજ હુમલો કરી દેતા પ્રવાસીઓ અને વન વિભાગમાંસન્નાટો છવાઈ જવા પામ્યો છે,
દેવળીયા પાર્કમાં ગૌતમ અને ગૌરવ નમન બે સિંહોએ 32 વર્ષના રજનીશ કેશવાલા નામના વનકર્મી પર અચાનક હુમલો કરી તેને ઢસડી શિકાર બનાવ્યો હતો જેને બચાવવા જતા દિનેશ નામના વનકર્મી પર પણ આ સિંહો એ હુમલો કર્યો હતો, જેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખેસેડેલ છે જયારે રજનીશના મૃતદેહને લેવા જનારા વનકર્મી ભરાડ પર પણ ગુસ્સે ભરાયેલા આ બન્ને સિંહો ફરી હુમલો કરતા ભરાડ પણ ઈજાગ્રસ્ત થયેલ છે.
હાલ તો વન વિભાગ આ મામલે ગંભીર બની તપાસ કરી રહેલ છે.અને વન વિભાગના જણાવ્યાનુસાર સિંહોએ ક્યાં કારણોસર વનકર્મીઓ પર આ રીતે જીવલેણ હુમલો કર્યો એ ચોક્કસ કારણ જાણી શકાયું નથી..પરંતુ વનકર્મીઓ પર હુમલો થયો હોય આ કદાચ પહેલો બનાવ હોવાનું જાણકારો નું માનવું છે,
આ ઘટના બાદ સીસીએફ ડી.ટી.વસાવડા એ કહ્યું છે કે આ બને સિંહોને હવે દેવળીયામા ખુલ્લામાં મુકવામાં આવશે નહિ અને બને સિંહોને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.