Mysamachar.in-જામનગર:
પાડોશમાં જ રહેતા યુવકની પરિણીતા પર નજર બગાડતા છેલ્લા ઘણા સમયથી પરણીત મહિલા બધુ સહન કરતી હતી, પરંતુ ગઈકાલે યુવકે હદ વટાવી નાખીને આ પરિણીતાના ઘરમાં ઘૂસીને જ આબરૂ લેવાનો પ્રયાસ કરીને કપડા ફાડી નાખવાનો શરમજનક બનાવ જામનગરના નવાગામમાં સામે આવ્યો છે,
ગુજરાત મહિલાઑ માટે કેટલુ સુરક્ષિત છે તે તાજેતરમાંજ મહિલાઓ સાથે બનતી ઘટના પરથી પોલ ખૂલી રહી છે,ત્યારે જામનગરના નવાગામ લક્ષ્મી એપાર્ટમેન્ટ પાછળ રહેતા વિજય જયસુખભાઈ નામના ૨૦ વર્ષના યુવકે નજીકમાં રહેતી તેનાથી ૧૫ વર્ષ મોટી ઉંમરની વણીક મહિલા પર મોહિ ગયો હતો,
નજીકમાં જ રહેતા હોવાથી વિજય આ પરિણીતા સાથે વારંવાર ભેટો થતો હોવાથી પરિણીતાની પાછળ પડીને વિજયએ દારૂ પીધેલ હાલતમાં આ વણીક પરિણીતાની પાછળ જઇ-જઈને જીવવુ હરામ કરી નાખ્યું હતું,
તેવામાં વિજયએ ગઇકાલે હદ વટાવીને પરિણીતાના ઘરમાં જઈને અઘટીત માંગણી કરીને મહિલાના તાબે થવાનું કહ્યા બાદ મહિલા ન માનતા તેના કપડાં ફાડી નાખીને ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરીને જાનથી મારી નાખવાની ઘમકી આપતા આ વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો,
અંતે વિજય જયસુખભાઇ નામના યુવક સામે ત્રાસી ગયેલ મહિલાએ સીટી બી ડિવિઝન પોલીસમથકે ફરીયાદ નોંધાવી છે,ત્યારે પોલીસે આ યુવકની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.