Mysamachar.in-અમદાવાદ:
ગત વર્ષ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ નબળું રહેવાના કારણે ક્યાંક પીવાના તો ક્યાંક સિંચાઇના પાણીના પ્રશ્નો પણ આજ દિવસ સુધી ઉઠી રહ્યા છે,તેમાય ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાણીની ખૂબ મોટી તંગીને લઈને સ્થાનિક વહીવટીતંત્ર સહિત સરકાર પણ ચિંતિત છે,
એવામાં આજે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે ચાલુ વર્ષ ગુજરાતમાં સરેરાશ ૯૬% વરસાદ નોંધાશે અને જૂનના ત્રીજા સપ્તાહમાં વરસાદની રાજયમાં શરૂઆત થશે.ઉપરાંત આગામી બે દિવસ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો મહત્તમ ૪૧ ડિગ્રી રહેવાની સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.