Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દ્વારકા જિલ્લાના જુદા-જુદા ગામોમા સરકારી જમીનોના દબાણ એ કઇ નવી બાબત નથી રહી પરંતુ વર્ષોથી ફુલી ફાલેલી આ બદી હાલ તો માજા મુકી રહી છે તેમ ઠેર-ઠેર ધાબા હોટલો કોમ્પલેક્સ ગેરેજ કેબીનો ખાનગી ઓફીસો શોરૂમો ક્યાક તો વળી નાના મોટા કારખાના ક્યાક ખેડાણ કામો વગેરે ખડકાય ગયાનુ જાણવા મળે છે અને જોવા પણ મળે છે, ત્યારે લોકોમા આ સવાલ ઉઠ્યો છે કે તાજેતરમા જામખંભાળીયા અને ભાણવડમા જે રીતે ડીમોલીશન થયા તેમ બીજા વિસ્તારોમા ક્યારે થશે?
ખંભાળીયાથી ભાટીયા દ્વારકા વરવાળા ઓખા હાઇવે ખંભાળીયાથી પોરબંદર હાઇવે તેમજ સલાયા રોડ અને આંતરિક તાલુકાઓના રોડ ઉપર મોટાભાગની મોકાની જગ્યાઓ ઉપર બેફામ દબાણ થયુ છે અને હજુ ચાલુ જ છે માત્ર ખંભાળીયાની જ વાત કરી એ તો મુળ શહેરની આજુબાજુનો રોડ ટચ વિસ્તાર છે ત્યા પણ એટલા જ દબાણો છે કે વાત ન પુછો તેવી જ રીતે મુખ્યમાર્ગો ઉપર પણ દબાણ થયા છે અને વધતા જ જાય છે છતા લગત તંત્રને કોઇ ચિંતા જ નથી તેવુ લાગે છે માત્ર જુજ દબાણ ખંભાળીયા પ્રાંત હેઠળ જ માત્ર દુર કરી તંત્ર કેમ બેસી ગયુ છે કે પછી ચોક્કસ દબાણ જ દૂર કરવા ને બીજા અનટચ રાખવાની સુચનાઓ છે?? તેમ શંકાશીલ સવાલો ઉઠ્યા છે.
– તંત્ર જામનગરની જેમ સુઓમોટો કરી શકે
લેન્ડ ગ્રેબીંગ એક્ટની જોગવાઇઓ કડક બનાવી લોકો પાસેથી અરજી મંગાવાય છે પરંતુ દબાણ અંગે તંત્ર જાતે સુઓમોટો કરી શકે છે, જામનગરમા દરેડમા વીસ હજાર ચોરસમીટરથી વધુની સરકારી જમીનમા દબાણ થઇ ગયુ તો કલેક્ટર અને એસપીએ જાતે આગળ આવી તે દબાણ દૂર કરવાની પ્રોસીજર શરૂ કરી દાખલો બેસાડ્યો છે ત્યારે જાણકારો પુછે છે કે દ્વારકા જિલ્લાનુ તંત્ર આવા દાખલાઓ ક્યારે બેસાડશે?? નહી તો કાયદાની કઇ ઉપયોગીતા અને અસરકારકતા નહી રહે તેમ નિષ્ણાંતોનો મત છે.
– રેવન્યુ-પીડબલ્યુડી-પંચાયત વગેરેની જમીનો દબાણમાં
દ્વારકા જિલ્લામા રેવન્યુ તાલુકા અને ગ્રામપંચાયત પીડબલ્યુડી સુધરાઇ નેશનલ હાઇવે વગેરે વિભાગોની સરકારી જમીનોમા દબાણ છે તેમા સરકારી ખરાબા ગૌચર વગેરેમા તો ખુબ દબાણ છે તેમજ ખંભાળીયા ઉપરાંત ભાણવડ સલાયા ઓખા રાવલ વગેરે નગરપાલીકાઓની જમીનો ઉપર દબાણ છે આમ દરેક સરકારી વિભાગોની જમીનોમા દબાણ છે તે જે તે તંત્રની જાણ બહાર હોવાનુ માનવાને કોઈ કારણ નથીચ