Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં કોંગ્રેસના એક જુથ દ્વારા નારાજગી દર્શાવીને દિલ્હી દોડી ગયું છે એ અહેમદ પટેલના નિવાસસ્થાને બેઠક પૂર્ણ કરીને કોંગ્રેસના નેતાઓ પરત ગુજરાત આવ્યા છે,ત્યારે સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ કોંગ્રેસને લઈને સ્ફોટક નિવેદન આપતા ભારે રાજકીય ગરમાવો આવ્યો છે,
લોકસભાની ચૂંટણી જેમ-તેમ નજીક આવતી જાય છે,તેમ ભાજપ-કોંગ્રેસમાં નીતનવા ગતકડાથી માંડીને નિવેદનબાજીથી લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપોની શરૂઆત થઈ ચૂકી છે,
તેવામાં આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ કોંગ્રેસની જૂથબંધીને લઈને અમદાવાદ ખાતે સ્ફોટક નિવેદન આપતા જણાવ્યુ છે કે,કોંગ્રેસમાં મોટા પાયે જૂથબંધીના કારણે અસંતોષ ચરમસીમાએ આવી ગયો છે,અને લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા પાયે વિભાજન થવાની નીતિન પટેલએ ભવિષ્યવાણી કરતા ગુજરાતના રાજકારણમાં કુકરી ગાંડી કરી હોય તેવું લાગી રહ્યું છે,
વધુમાં નીતિન પટેલએ જણાવ્યુ હતું કે,અલ્પેશ ઠાકોર સહિત જેને ભાજપમાં આવવું હોય તેનું સ્વાગત છે..અને કોંગ્રેસના ધારાસભ્યો સહિતના નેતાઓનું વિભાજન થશે તેમ કહીને આડકતરી રીતે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી જશે તેવું નિવેદન આપતા કોંગ્રેસના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે,
આમ,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અઠંગ રાજકારણી હોય ગુજરાત સિનિયર કોંગ્રેસના આગેવાનોમાં ચાલી રહેલ નારાજગીના તકનો લાભ ઉઠાવીને આજે આવું નિવેદન આપતા કોંગ્રેસની નેતાગીરી હચમચી ઉઠી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.