mysamcahar.in-ગાંધીનગર:
આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નો કાયદો અમલી છે..છતાં પણ વર્ષે આ જ રાજ્યમાં થી કરોડો રૂપિયાનો ગેરકાયદેસરરીતે ઘુસાડવામાં આવતો દારૂ પોલીસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ઝડપી પાડવામાં આવે છે..એવામા રાજ્યમાં કેટલાક લોકો એવા પણ છે જે કાયદેસર રીતે દારૂનું સેવન તેની બીમારીને લઈને તબીબી અભિપ્રાયો સહીત ને આધારે કરતાં હોય છે..તેને સરકાર દ્વારા નિયત કરેલ નિયમોને આધીન હેલ્થ પરમીટ આપવામાં આવતી હતી..
ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે દારૂબંધી ના કાયદા ને વધુ કડક બનાવવા માટે નવી પરમીટ ઈશ્યુ ના કરવા અને જૂની પરમીટ રીન્યુ નહિ કરવા માટે નશાબંધી અને આબકારી વિભાગને આદેશો કરી દેવામાં આવ્યા હતા..જેને પગલે આ કામગીરી હાલે બંધ થઇ ચુકી છે.ત્યારે આ નિર્ણય ની અસર માજી સૈનિકો ને આપવામાં આવતી દારૂની પરમીટ પર પણ પડી છે..અને ૨૦ માર્ચ ૨૦૧૮ થી માજીસૈનિકો ની નવી અને જૂની પરમીટ અંગેની કામગીરી જામનગર સહીત રાજ્યભરમા બંધ કરી દેવામાં આવતા થોડાદિવસો પૂર્વે જામનગર ના હાલાર માજી સૈનિક મંડળ ના નેજાહેઠળ નિવાસી અધિક કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી..જે બાદ ગઈકાલે ગાંધીનગર ખાતે પણ માજી સૈનિકો દ્વારા આ લીકર પરમીટ ને લઈને ઉદભવેલ પ્રશ્નો અંગે સરકાર નિરાકરણ કરે તેવા હેતુથી ધરણા યોજી અને વિરોધ નોંધાવ્યો હતો…
જે બાદ રાજ્યમાં માજી સૈનિકોના આ મામલે વધી રહેલ વિરોધ ને પગલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવનાર ૧૫ દિવસમાં લીકર પરમીટ અંગેની નવી નીતિ ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે..ઉપરાંત લીકર પરમીટ ને લઈને માજીસૈનિકો ને તેમની નવી પરમીટ આપવાની અને જૂની પરમીટ પહેલાની જેમ જ રીન્યુ કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું…