Mysamachar.in-રાજકોટ:
મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની મોસમ દરમિયાન મુસાફરીની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલ્વેએ વડોદરા-હરિદ્વાર અને વડોદરા-ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ફેસ્ટિવલ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે,
1. ટ્રેન નંબર 09129/09130 વડોદરા – હરિદ્વાર સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) [6 ટ્રિપ્સ]
ટ્રેન નંબર 09129 વડોદરા-હરિદ્વાર સુપરફાસ્ટ સ્પેશિયલ દર શનિવારે વડોદરાથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.30 કલાકે હરિદ્વાર પહોંચશે. આ ટ્રેન 11 નવેમ્બર 2023 થી 25 નવેમ્બર 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09130 હરિદ્વાર-વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ હરિદ્વારથી દર રવિવારે 17.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.25 કલાકે વડોદરા પહોંચશે.
આ ટ્રેન 12 નવેમ્બર 2023 થી 26 નવેમ્બર 2023 સુધી ચાલશે.આ ટ્રેન બંને દિશામાં ગોધરા, દાહોદ, રતલામ, કોટા, ગંગાપુર સિટી, મથુરા, હઝરત નિઝામુદ્દીન, ગાઝિયાબાદ, મેરઠ સિટી, મુઝફ્ફરનગર, તાપરી અને રૂરકી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
2. ટ્રેન નંબર 09101/09102 વડોદરા-ગોરખપુર સ્પેશિયલ (સાપ્તાહિક) [6 ટ્રિપ્સ]
ટ્રેન નંબર 09101 વડોદરા-ગોરખપુર સ્પેશિયલ દર સોમવારે વડોદરાથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23.30 કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 13 નવેમ્બર 2023 થી 27 નવેમ્બર 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09102 ગોરખપુર-વડોદરા સ્પેશિયલ દર બુધવારે ગોરખપુરથી 05.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.35 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 15 નવેમ્બર 2023 થી 29 નવેમ્બર 2023 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં ગોધરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, શિકોહાબાદ, મૈનપુરી, ફરુખાબાદ, કાનપુર, લખનૌ, બારા બાંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનો પર ઉભી રહેશે, આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09129 અને 09101 માટે બુકિંગ 9 નવેમ્બર, 2023 થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. તમે Indianrail.gov.in પર જઈને જોઈ શકો છો.