mysamachar.in-જામનગર:
થોડા દિવસો પૂર્વે જામનગર મનપાના વિપક્ષના કોર્પોરેટર દેવશી આહીર એ ઢોરડબ્બામાં પશુઓના મોતના મામલે લાલબંગલા સર્કલમા મુંડન કરાવી અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો,એવામાં આજે જામનગર મનપાના મેયરને પોતાની જવાબદારીમાં નિષ્ક્રિયતા ને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશ અમેથીયા મુંડન કરાવવા બેઠા હતા અને અડધું મુંડન થઇ ગયા બાદ પોલીસને અચાનક શું પારો ચઢ્યો અને કાયદાની ઓથ આપી અને પ્રજાના ચૂંટાયેલ પ્રતિનીધીઓ પર રીતસરની તૂટી પડી હોય તેમ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ અને કોંગી કાર્યકરો અને આગેવાનો ને મારકૂટ કરી હોવાનો આક્ષેપ પણ ધારાસભ્ય વિક્રમ માડમએ કર્યો છે,
શહેર કોંગ્રેસ પ્રમુખ અમેથીયા ને તો લોહી નીકળે ત્યાં સુધીની ઇજાઓ પણ પોલીસે હુમલો કરી ને પહોચાડી હોવાનું પણ સામે આવ્યું છે,પોલીસની આ બર્બરતા અંગે કોંગી આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે,
“પોલીસ ભાજપની ગુલામ છે” ધારાસભ્ય: વિક્રમ માડમ
આજે જામનગરના લાલ બંગલા સર્કલ નજીક મુંડન કરવીને વિરોધનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમ્યાન પોલીસનું વરવું સ્વરૂપ આજે કોંગ્રેસી કાર્યકરો પર જોવા મળ્યું આ મામલે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ ની my samachar.in દ્વારા પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે જણાવ્યુ કે પોલીસ ભાજપની ગુલામ છે અને પોલીસે આજે નવા કાયદાની દુહાઈ આપીને લોકશાહી ઢબે થઈ રહેલ વિરોધનો અવાજ દબાવીને કાર્યકરોને મારકૂટ કરી છે,પોલીસે હાથ ઉપડયો છે અને અમારા શહેર કોંગ્રેસ પ્રમુખને તો લોહી નીકળે ત્યાં સુધીને ઇજા પહોચી છે,પોલીસએ આજે રીતસરનો અત્યાચાર કર્યો હોય તેવી પ્રતીતિ થઈ છે તેવો આક્રોશ ઠાલવ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.