Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે હવે ગણતરીની કલાકો જ બાકી છે, ત્યારે જે વિસ્તાર સમજુ શિક્ષિત છે જે વિસ્તારના મતદારો વર્ષોથી ભાજપના ઉમેદવારોને જીતાડતા આવ્યા છે તે વિસ્તારમાં આ વખતે કોઈ પરિવર્તન વિના ફરીથી પુનરાવર્તન જ લોકો ઈચ્છી રહ્યા છે, તેવો નીચોડ નીકળી રહ્યો છે. કારણ એવું છે કે ગતટર્મમાં પણ આ વિસ્તારમાં થોકબંધ કામો વિકાસના થયા છે અને હજુ થવાના છે ત્યારે આ વિસ્તારના લોકો કોઈ વાતોમાં આવ્યા સિવાય ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે થનગની રહ્યા છે.
ગત સાંજે વોર્ડ નંબર 3 ભાજપ દ્વારા ચારેય ઉમેદવારો સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા અને પન્નાબેન મારફતિયાના સમર્થનમાં એક વિશાળ બાઈકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયંભુ વિસ્તારના લોકોનો જનસૈલાબ ઉમટી પડતા જાણે ચારેય ઉમેદવારો વિજેતા થઇ ચુક્યા હોય અને વિજય સરઘસ વિસ્તારમાં ચાલી રહ્યું હોય તેવો માહોલ બની જતા હરીફોમાં સોંપો પડી જવા પામ્યો છે. જ્યાં જ્યાંથી આ ઉમેદવારોની રેલી પસાર થઇ ત્યાં મતદારો, જુદા જુદા સમાજો, સંગઠનો અને સંસ્થાઓએ ચારેય ઉમેદવારોના પુષ્પમાળાઓ પહેરાવી કુમુક્મ તિલક કરી સ્વાગત કર્યું હતું.
ગતસાંજે આ બાઈક રેલી કાર્યાલયથી પટેલ કોલોની શેરી નં. 5 થી ચાલુ કરીને હિમ્મતનગર મેઇન રોડ થઇને રામ મંદિર વાળી ગલી થઇને ભાવેશભાઇના ઘરવાળી ગલીમાં થઇને પટેલવાડી થઇને માતૃઆશિષ થઇને વિકાસ રોડ, મેન્ટલ હોસ્પીટલ રોડ થઇને રોડ નં. 4 આનંદ બાગ થઇને બ્રાહ્મણ વાડી થઇને જડેશ્વર મંદિર થઇને પીએન્ડટી ને લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી થઇને શાંતીનગર શેરી નં. 1 થી 7 થઇને ગાંધીનગર મેઇન રોડ થઇને ગોકુલધામ રોડ નં. 4 થઇને વિકાસ રોડ થઇને રોડ નં. 3 ડો. શાહ બંગલો થઇને નહેરુનગર, ગાંધીનગર મેઇન રોડ, રોડ નં. 2 માં થઇને વિકાસ રોડ થઇને રોડ નં. 1 મેન રોડ થઇને ગાંધીનગર મેઇન રોડ થઇને બેડી બંદર મેઇન રોડ, ડી.કે.વી. સર્કલ સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ પાસે પૂર્ણ કરવામાં આવી હતી.