Mysamachar.in-જામનગર
જામનગર શહેર ખાણીપીણીની વિવિધ ચીજવસ્તુઓ માટે જાણીતું છે, એવામાં પણ હાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે લોકોને વિવિધ પ્રકારના વસાણાઓનો આસ્વાદ માણવો ખુબ ગમતો હોય છે, એવામાં જામનગરના શીખંડ સમ્રાટ મીઠાઈવાલા દ્વારા દરવર્ષે શીયાળામાં હેલ્થ સાથે વેલ્થ, સ્વાદ સાથે સ્વાસ્થ્યનો સંગમ જળવાઈ રહે તેવા વસાણા યોગ્ય પદ્ધતિસર તૈયાર કરવામાં માહિર છે,
જામનગરમાં આજથી સાત દાયકા પહેલા હર્ષદરાય ચોટાઇ દ્વારા શિખંડ સમ્રાટ નામની પેઢીની શરૂઆત કરવામાં આવી હતી, સેન્ટ્રલ બેંક સ્થિત આ પેઢીમાં અવનવા મીઠાઇ ફરસાણ તેમજ મોસમને અનુરૂપ વાનગીઓ બનાવવામાં આવે છે, શીખંડ સમ્રાટ સેન્ટ્રલ બેન્કના હિતેશ ચોટાઈ વાતચીતમાં કહે છે કે અમે પરંપરાગત વસાણાંઓ જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરીએ છીએ, અને ખાસ તો અમારા દ્વારા શીયાળાને અનુરૂપ કુદરતી ખજાના સાથે દેશી ઓસડીયા સહિત અને તેના ગુણધર્મો જાળવી રાખી વિવિધ પ્રકારના શિયાળુ પાક સ્વાદના શોખીનો માટે ઉપલબ્ધ કરાયા છે, ઋષિમુનીઓ દ્વારા શોધાયેલી જડીબુટીઓનું તજજ્ઞોની સલાહ સુચન બાદ અહીં તેના વિવિધ પ્રકારના સ્વાદીસ્ટ પાક બનાવવામાં આવે છે. જેમાં અંજીર અને ખજુરનું પણ મિશ્રણ કરી આધુનિક ઢબે અને આધુનિક ઓપ આપી અવનવા પાકની ભરમાર જોવા મળે છે, જેનાથી શારિરીક ક્ષમતામાં અને રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે.
આ વર્ષે પણ શીખંડ સમ્રાટ દ્વારા સાલમ પાક, ગુંદરપાક, કાટલાપાક, અંજીરપાક, ખજુરપાક, માવાખજુરપાક, સુંઠપાક, મેથીપાક, ડ્રાઇફ્રુટ અડદીયા, કરણશાહી લાડુ, ડ્રાઇફ્રુટ ખજુર રોલ, ડ્રાઇફ્રુટ ડીંક લાડુ, ડાયટ અંજીર ચીકી વગેરેને આજનું યુવાધન અત્યંત પસંદ કરે છે, ખજુર પાક અને ડ્રાઇફ્રુટ અંજીર ચીકી ડાયાબીટીસના દર્દીઓ પણ સેવન કરે તો તેની શારિરીક ક્ષમતા વધારો થાય છે અને તેનું ડાયાબીટીસ કન્ટ્રોલમાં રહે છે. અહીં ઉપલબ્ધ તમામ વેરાયટીઝ દેશી ઔષધિના તમામ ગુણધર્મોને જાળવી શુધ્ધતા યુક્ત બનાવવાનું આયોજન હાથ ધરાય છે.
સાલમ પાક પણ મહત્વના ગુણધર્મો ધરાવતો પાક ગણાય છે, જેમાં 65 થી વધુ ઔષધીઓનો શીખંડ સમ્રાટ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સાલમ પંજા, સફેદ મુસલી, અશ્વગંધા, સતાવરી, સ્વર્ણભસ્મ જેવી કુદરતી ઔષધીઓ શરીરની દુર્બળતાને દૂર કરે છે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, તે શિયાળાના ચાર મહિના સાલમ પાકનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો આખા વર્ષની ઇમ્યુનીટી મળી રહે છે તેમજ પુરૂષોમાં જો શુક્રાણુની ખામી હોય તો આ પાકનું શિયાળુ વાનગી તરીકે સેવન કરવામાં આવે તો શુક્રાણુની ખામી પણ દૂર થાય છે,
માનસિક તણાવ, દિમાગી તાકાત અને યાદશક્તિ માટે સ્પેશ્યલ બદામ પાક અને અંજીર પાકનું શિખંડ સમ્રાટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, બાળકોનો આ ફેવરીટ પાક ગણાય છે, અહીં આવતા તમામ બાળકો અંજીર પાક અને બદામ પાક વધુ પસંદ કરે છે, આ ઉપરાંત ખજુર પાક અને માવા ખજુર પાક, અંજીર ચીકી સહિતની વિવિધ વેરાયટીઓની ભરમાર સાથે શીખંડ સમ્રાટ દ્વારા અવનવા સ્વાદ અને ડેકોરેશન સાથે જામનગરીઓ માટે શિયાળુ પાક બનાવવામાં આવ્યા છે.
વધુમાં ખજુર પાક તેમજ ડ્રાયફ્ટ અંજીર ચીકી સંપૂર્ણ પણે સુગર ફ્રી બનાવવામાં આવે છે, જે ડાયાબીટીસના દર્દીઓ પણ મનમુકીને આરોગી શકે છે, આ વાનગી આરોગ્ય બાદ ડાયાબીટીક દર્દીઓને અનેરી સ્કૃતિ તાકતનો અનુભવ કરાવે છે, અહીં આવતા અનેક ગ્રાહકો પોતાના પરિવારમાં ડાયાબીટીસના દર્દી માટે આ પાક ખરીદતા હોય છે.